Gujarat Exclusive > યુથ > મનોરંજન > ટારજનના એક્ટરનું વિમાન ક્રેશ થતા મોત, પત્ની સહિત 6 અન્યનો પણ જીવ ગયો

ટારજનના એક્ટરનું વિમાન ક્રેશ થતા મોત, પત્ની સહિત 6 અન્યનો પણ જીવ ગયો

0
137

મુંબઇ: હોલિવુડ એક્ટર જોસેફ લારાનું દર્દનાક દૂર્ઘટનામાં નિધન થયુ છે. આ દૂર્ઘટનામાં તેની પત્ની સહિત 7 લોકોના મોત થયા છે. કહેવામાં આવી રહ્યુ છે કે એક્ટર પોતાની પત્ની અને 5 અન્ય લોકો સાથે નાના જેટમાં મુસાફરી કરી રહ્યો હતો જે ક્રેશ થઇને Nashville નજીક સ્થિત Tennesse ઝીલમાં પડ્યુ હતું, આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. આ દૂર્ઘટના બાદ હોલિવુડમાં શોકની લહેર છે. લોકો સોશિયલ મીડિયા પર દુખ વ્યક્ત કરી રહ્યા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સેસના સી501 જેટ શનિવાર સવારે રદરફોર્ડ કાઉન્ટીના સ્મિર્ના શહેર નજીક Tennesse ઝીલમાં દૂર્ઘટનાગ્રસ્ત થયુ હતું, જેમાં જોસેફ લારા સહિત અન્ય છ લોકો સવાર હતા.

દૂર્ઘટનાની જાણકારી બાદ પોલીસ એક્ટર જોસેફ લારા સહિત અન્ય છ લોકોની બોડીની તપાસ ચાલી રહી છે. રદરફોર્ડ કાઉન્ટી ફેર રેસક્યૂના કેપ્ટન જોન ઇંગલે નિવેદન આપ્યુ કે Smyrna પાસે પર્સી પ્રીસ્ટ લેકમાં તપાસ અભિયાન ચાલી રહ્યુ છે, તેમણે કહ્યુ કે ઝીલની આસપાસના વિસ્તારમાં દૂર્ઘટનાગ્રસ્ત પ્લેનના કાટમાળની તપાસ કરવામાં આવી રહી છે.

આ દૂર્ઘટનામાં માર્યા ગયેલા લોકોની ઓળખ બ્રાંડન હાના, ગ્વેન એસ લારા, વિલિયમ જે લારા, ડેવિડ એલ માર્ટિન, જેનિફર જે માર્ટિન, જેસ્સિકા વોલ્ટર્સ અને જોનાથન વોલ્ટર્સના રૂપમાં થઇ છે. તમામ
Tennesseeના બ્રેટવુડના હતા.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat