Gujarat Exclusive > યુથ > મનોરંજન > તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના શો માંથી ટપ્પુ કરી શકે છે અલવિદા!

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના શો માંથી ટપ્પુ કરી શકે છે અલવિદા!

0
12

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના શો માં ટપ્પૂનો રોલ કરનાર રાજ અનડકટની આ શોમાંથી વિદાઈ લઈ રહ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ટૂંક સમયમા જ રાજ અનડકટ શોને છોડી રહ્યો છે અને હવે લોકો તેની પાછળનું કારણ મુનમુન દત્તા હોવાનું જણાવી રહ્યા છે.

એટલે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ટપ્પૂએ શો છોડવાનો નિર્ણય કરી લીધો છે. તેનો આ શો છોડવા પાછળ સોશિયલ મીડિયામાં લોકો બબીતા એટલે કે મૂનમૂન દત્તાનું કારણ જણાવી રહ્યા છે. વર્ષ 2017 માં રાજ શોનો હિસ્સો ત્યારે બન્યો જ્યારે ભવ્ય ગાંધીએ ટપ્પૂના રોલને આગળ નિભાવવાથી ઇનકાર કર્યો હતો. કોઈમોઈના એક રિપોર્ટ અનુસાર ટપ્પૂ ટૂંક સમયમાં શોને ક્વિટ કરી શકે છે.

રિપોર્ટમાં એક નજીકના સૂત્રના અહેવાલ આપતા કહેવામાં આવ્યું છે કે રાજની યાત્રા ખાટી-મીઠી રહી છે. ઘણી વખત એવું પણ થયું છે કે ટીમે તેની સાથે તાલમેલ બેસાડવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ તે બધુ કામ કરી રહ્યું નથી. ના તો તે લાંબો સમય સુધી રહેવા તૈયાર છે અને ના કાસ્ટ અને ક્રૂ તેને રોકાવવા માટે કહી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે આ મામલે હજુ સુધી રાજ અનડકટ તરફથી કોઈ સત્તાવાર સ્ટેટમેન્ટ સામે આવ્યું નથી. ત્યારે આ મામલે જ્યારે શોના પ્રોડ્યૂસર અસિત કુમાર મોદી સાથે સંપર્ક કરવામાં આવ્યો તો તેમણે જવાબ આપ્યો કે તેમને રાજના શો છોડવાને લઇને કોઈ અપડેટ નથી. તેમણે ટૂંકમાં કહ્યું- મને કંઈ ખબર નથી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat