Gujarat Exclusive > યુથ > મનોરંજન > તારક મેહતાની આ કલાકારને થયો કોરોના, થઇ હોમ ક્વારેન્ટાઇન

તારક મેહતાની આ કલાકારને થયો કોરોના, થઇ હોમ ક્વારેન્ટાઇન

0
487

મુંબઈ: ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ (Tarak Mehta Ka Ulta Chashma)ની એક્ટ્રેસ પ્રિયા આહૂજાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર આ અંગે જણાવ્યું છે. સાથે તેણે તેની એક ફોટો પણ ફેન્સ સાથે શેર કરી છે. હાલ તે હોમ ક્વારેન્ટાઇન છે.

પ્રિયાએ કરી આ પોસ્ટ

પ્રિયાએ લખ્યું- એ જણાવવું મારું કર્તવ્ય છે કે હું કોરોના પોઝિટિવ છું. હું એસિમ્ટોમેટિક છું અને સ્વસ્થ છું. હું ડોક્ટર્સ અને બીએમસીના બધા નિયમ અને સુચનોનું પાલન કરી રહી છું. હું હોમ ક્વારેન્ટાઇન છું. જો છેલ્લા 2-3 દિવસમાં મારા સંપર્કમાં કોઇ આવ્યું હોય તો ટેસ્ટ કરાવી લે. જ્યારે આ વાઇરસની જાણ થઇ ત્યારે હું શૂટિંગ પર નહતી અને ઘરે જ હતી. સુરક્ષિત રહો અને માસ્ક પહેરો. તેને હળવામાં ન લેતા. મને અને મારા બાળકોને પ્રાર્થનામાં યાદ રાખો.

Tarak Mehta Ka Ulta Chashma

આ પણ વાંચો: બોલીવૂડ શહેનશાહ Amitabh Bachchanએ લીધા બહુ મોટા શપથ

પ્રિયાની આ પોસ્ટ પછી તારક મેહતા (Tarak Mehta Ka Ulta Chashma)ના તેમના કો-એક્ટર્સે તેમની જલ્દી સાજા થવાની કામના કરી છે. દિલીપ જોશી, ઝીલ મેહતા, સમય શાહે પોસ્ટ કરી. પ્રિયાના પતિ અને તારક મેહતા (Tarak Mehta Ka Ulta Chashma)ના ડાયરેક્ટર માલવ રાજદાએ પણ તેની પોસ્ટ પર કોમેન્ટ કર્યું.

અત્રે ઉલ્લેખનીય છે કે પ્રિયા 1 પુત્રીની માતા છે. 27 નવેમ્બરે તેણે પુત્રીને જન્મ આપ્યો. તે તેની પુત્રીની તસવીરો શેર કરતી હોય છે.

આ પણ વાંચો: સુશાંત પછી વધુ એક અભિનેતાનું મોત, પરિવારે મુંબઈ પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ

તારક મેહતામાં છે આ કેરેક્ટર

વર્કફ્રન્ટ પર પ્રિયા શો તારક મેહતાના ઉલ્ટા ચશ્મા (Tarak Mehta Ka Ulta Chashma)માં પ્રિયા રીટા રિપોર્ટરના કેરેક્ટરમાં દેખાય છે. જોકે, લાંબા સમયથી તે શોમાંથી ગાયબ છે. શોમાં તેના કેરેક્ટરને ખૂબ જ પસંદ કરવામાં આવે છે. શોની શરૂઆતમાં તે ખૂબ દેખાતી હતી.