Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > સુરતમાં ભારે વરસાદને કારણે તાપી નદી બે કાંઠે વહેવા લાગી

સુરતમાં ભારે વરસાદને કારણે તાપી નદી બે કાંઠે વહેવા લાગી

0
57

સૌરાષ્ટ્ર સહિત સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સુરતમાં ધોધમાર વરસાદના કારણે તાપી નદી બે કાંઠે વહેવા લાગી છે. રાજયની ઘણી નદીઓમાં નવા નીરની આવક પણ જોવા મળી રહી છે.

સુરત સહિત જિલ્લાઓમાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને લઈ લોકોના જનજીવન પર માઠી અસર જોવા મળી રહી છે. સાથો સાથે રાજયની નદીઓમાં નવા પાણીની આવક પણ જોવા મળી રહી છે. ઉકાઈ ડેમમાંથી 1 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી તાપી નદીની સપાટીમાં વધારો થતા તે બે કાંઠે વહેવા લાગી છે. કતારગામ અને રાંદેર વિસ્તારને જોડતો કોઝવે ઓવરફ્લો થતા બંધ કરી દેવામાં આવ્યો છે. જો કે, કોઝવે ભયજનક સપાટી વટાવી જતા હાલ તેને બંધ કરી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: 14 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી

ઉકાઈના ઉપરવાસમાં ભારે વરસાદને લઈ ડેમની સપાટીમાં વધારો જોવા મળી રહ્યો છે. ઉકાઈની સપાટી 329.39 પર પહોંચી છે. જો કે, ગયા વર્ષની સરખામણી કરવામાં આવે તો આ વર્ષે ઉકાઈમાં વઘારે પાણી જોવા મળી રહ્યું છે. હાલ ઉકાઈ ડેમમાં 14 હજાર ક્યુસેક પાણીની આવક છે. જ્યારે 1000 ક્યુસેક પાણી ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.