Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > Tapi : ઇન્ચાર્જ DEO અને ક્લાર્કને 10 લાખની લાંચ મામલે ACBએ ઝડપ્યા

Tapi : ઇન્ચાર્જ DEO અને ક્લાર્કને 10 લાખની લાંચ મામલે ACBએ ઝડપ્યા

0
79
  • તાપીના વીરપુરની વિધાયકુંજ શાળાની નોટિસ દફતર કરવા લાંચ માંગી
  • આરોપીઓએ ACBના છટકાની ખબર પડી જતાં લાંચ સ્વીકારી નહીં
  • એસીબીએ સાંયોગિક પુરાવાના આધારે બંને આરોપીની ધરપકડ કરી

તાપી/અમદાવાદઃ ACBએ રૂ.10 લાખની લાચના મામલે તાપી જિલ્લા શિક્ષણ અધિકારી ( DEO )અને ક્લાર્કની ધરપકડ કરી છે. તાપી જિલ્લા શિક્ષણ અધિકારીઅને ક્લાર્કએ સ્કૂલ સંચાલક પાસે રૂ.10 લાખની લાંચની માંગણી કરી નોટિસ દફતરે કરવાની ખાતરી આપી હતી.
તાપી જિલ્લાના વ્યારા તાલુકાના વીરપુર ગામની વિધાયકુંજ શાળાને આપેલી નોટિસ પરત ખેંચવા 10 લાખની લાંચ લેવાના આરોપમાં તાપીના શિક્ષણાધિકારી (DEO)બી. એમ. પટેલની અને અન્ય એક કર્મચારીની ACB દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ મનપા ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ વેટરનરી ડોકટરને સોંપાયો

એન્ટી કરપ્શન બ્યુરોના મદદનીશ નિયામક નીરવ ગોહિલના જણાવ્યા અનુસાર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી ( DEO)ભરતભાઇ મંગળભાઇ પટેલે વિધાયકુંજ શાળાની આકસ્મિક મુલાકાત લીધી હતી.

પટેલે પોતાના ઇન્સ્પેકશનમાં સામે આવેલા કેટલાક મુદ્દાઓ માટે શાળાને નોટિસ આપી હતી. આ તમામ મુદ્દાઓ અંગે શાળા તરફથી જવાબ આપવામાં આવ્યો હતો. તેમ છતાં પટેલે ફરીથી કેટલાક મુદ્દાઓની સ્પષ્ટતા સાથે ફરીથી શાળાના આચાર્યને નોટિસ આપી હતી.

સ્કૂલ સંચાલકની ફરિયાદ બાદ એસબીએ છટકુ ગોઠવ્યું

સ્કૂલ સંચાલકે આ મામલે ફરિયાદ કરતા એસીબીની ટીમે લાંચનું છટકું ગોઠવ્યું પણ આરોપીને ગંધ આવી જતા લાંચની રકમ સ્વીકારી ન હતી. પરંતુ સાંયોગિત પુરાવાના આધારે એસીબીએ લાંચની માંગણી અંગેનો કેસ કરી બન્ને આરોપીને ઝડપી લીધા છે. ઝડપાયેલા આરોપી તાપી જિલ્લા શિક્ષણ અધિકારી ભરત મંગળ પટેલના વ્યારા સ્થિત મકાનમાંથી એસીબીને સર્ચ દરમિયાન ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવી હતી.

આ પણ વાંચોઃ કોમર્શિયલ રસ્તા બાદ હવે રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ તોડવાનું શરૂ

એસીબીએ તાપી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી ( DEO)ભરત મંગળ પટેલ રહે,ગોકુલધામ સોસાયટી,વ્યારા અને વ્યારા શિક્ષણ અધિકારી કચેરીના કલાર્ક રવીન્દ્રકુમાર ઉર્ફ જીગો શંકરલાલ પટેલની ધરપકડ કરી છે.

પોલીસ તપાસમાં ખૂલેલી વિગત મુજબ ટ્રસ્ટ સંચાલીત વિદ્યાલયમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા ફરિયાદીની સ્કૂલમાં જિલ્લા શિક્ષણ અધિકારીએ આકસ્મિક મુલાકાત લઈ ઇન્સ્પેકશન કર્યું હતું. જે ઇન્સ્પેકશનને પગલે મુદ્દાઓની ખાતરી કરવા શાળાને નોટીસ મોકલી હતી.

ફરિયાદીએ રૂબરૂ મળી મુદ્દાઓનો ખુલાસો કર્યો પણ નોટિસ દફતરે કરવા આરોપીએ રૂ.10 લાખની માંગણી કરી હતી. ફરિયાદીએ આ અંગે એસીબીની જાણ કરતા શુક્રવારે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું.

DEOએ લાંચની રકમ કલાર્કને આપવા કહ્યું હતું Tapi DEO

જે મુજબ ફરિયાદી રૂ.10 લાખની રકમ લઈ આરોપીને આપવા ગયા હતા. જોકે જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) ભરત મંગળ પટેલે લાંચની રકમ વ્યારા શિક્ષણ અધિકારીની કચેરીના કલાર્ક રવિન્દ્ર ઉર્ફ જીગાને આપવા જણાવ્યું હતું.

ફરિયાદી રવિન્દ્રને પૈસા આપવા ગયા જો કે આરોપીને ગંધ આવી જતા તેણે રકમ સ્વીકારી ન હતી. જોકે એસીબીએ લાંચની માગણી અંગેના કેસમાં બન્ને આરોપીને ઝડપી લીધા હતા. આરોપીઓના ઘરે સર્ચ દરમિયાન શિક્ષણ અધિકારી ભરત પટેલના ઘરમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.

આ પણ વાંચોઃ નર્મદા LCB એ IPL ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા સટોડિયાને ઝડપી પાડ્યો

જે અંગે અલગથી ગુનો દાખલ કરી કાર્યવાહી થઈ હતી. 2019-2020ના બે વર્ષમાં એસીબીએ શિક્ષણ ખાતાના અધિકારી અને કર્મચારીઓ ઉપર લાંચના 8 કેસ કર્યા છે.