Gujarat Exclusive > યુથ > મનોરંજન > સૈફ અલી, ઝફરની વેબ સીરિઝ તાંડવ સામે હવે માહિતી પ્રસારણ મંત્રાલય સક્રીય

સૈફ અલી, ઝફરની વેબ સીરિઝ તાંડવ સામે હવે માહિતી પ્રસારણ મંત્રાલય સક્રીય

0
124
  • અમેઝોન પ્રાઇમની સીરિઝ સામે દેશભરમાં ભાજપનું ઠેર ઠેર તાંડવ
  • ક્રિએટિવ ફ્રીડમના નામે કાયદો-વ્યવસ્થાને બગાડવાની મંજૂરી ન અપાયઃ કેન્દ્ર

નવી દિલ્હીઃ સૈફ અલીખાન અને અલી ઝફરની વેબ સીરિઝ તાંડવ બરાબર મુશ્કેલીમાં સપડાઇ ગઇ છે. તેની સામે ઠેર-ઠેર શહેરોમાં તાંડવ (Tandav vs Tandav) થવા માંડયા છે. કેન્દ્રીય માહિતી અને પ્રસાર પણ સક્રીય થઇ ગયું. સોમવારે મંત્રાલયમાં બેઠક થઇ. જેમાં OTT પ્લેટફોર્મ માટે કોડ બનાવવા પર વિચાર થયો.

કેન્દ્ર સરકારે પહેલાં જ સ્પષ્ટ કર્યું હતું કે OTT પ્લેટફોર્મ પર દેખાતી ફિલ્મ કે કન્ટેન્ટ માટે સેલ્ફ રેગ્યુલેશન કોડ બનાવે જો તેઓ આવું નહીં કરે તો સરકાર કોડ બનાવી શકે છે. જેના માટે આજે માહિતી અને પ્રસારણ મંત્રાલય એટીટી પરના વાંધાજનક કન્ટેન્ટ અને તાંડવ (Tandav vs Tandav) સીરિઝ અંગે મોડે સુધી કોઇ નિર્ણય લઇ શકે છે.

આ પણ વાંચોઃ તાંડવની આખી ટીમ સામે ગંભીર કેસ, ટુંકમાં ધરપકડોની યોગી સરકારની તૈયારી

કોરોનાને કારણે મોટાભાગની ફિલ્મો-સીરિઝ OTT  પર

મંત્રાલયના સૂત્રો મુજબ અભિવ્યક્તિની આઝાદીની સાથે થોડી જવાબદારી પણ હોય છે. ક્રિએટિવ ફ્રીડમના નામે કાયદો-વ્યવસ્થા ખરાબ કરવાની પરવાનગી અપી શકાય નહીં. કોરોનાકાળન કારણે મોટાભાગની ફિલ્મો OTT પ્લેટફોર્મ પર રીલિઝ થઇ રહી છે.

જો આ ફિલ્મો મોટા પડદે કે ટીવી પર આવી હોત તેને CBFV અને Csble TV Regulstion Actની કન્ટેન્ટ ગાઇડ લાઇનનું પાલન કરવું પડત. એટલે કે થિયેટર અને ઓટીટી માટે હવે અલગ અલગ ધારાધોરણો હોઇ શકે નહીં.

મધ્યપ્રદેશમાં પણ તાંડવા સામે વિવાદ શરુ Tandav vs Tandav news

ટ્વીટર પર બબાલ થતા અને રામ કદમની ટ્વીટને પગલે હવે મધ્યપ્રદેશના શિક્ષણમંત્રી વિશઅવાસ સારંગે માહિતી પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરને પત્ર લખ્યો છે. તેમણે તાંડવ સીરિઝ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.

આ પણ વાંચોઃ વેબ સિરીઝ ‘તાંડવ’ પર વિવાદ વકર્યો, કેન્દ્ર સરકારે એમેઝોન પ્રાઈમ વીડિયોને ફટકારી નોટિસ

પત્રમાં મંત્રી સારંગે લખ્યું કે દેશમાં ઓટીટી પ્લેટફોર્મના ચલણથી વેબ સીરિઝનું સતત નિર્માણ થઇ રહ્યું છે. અહીં ફિલ્મો, વેબ સીરિઝ સેક્સ, હિંસા, કેફી દ્રવ્યો, ઘૃણા અને અશ્લીલતાથી ભરેલી હોય છે. આ ફિલ્મો અને સીરિઝ હિન્દુ ધાર્મિક લાગણીઓને પણ દુભાવી રહી છે.

તાજેતરમાં અમેઝોન પ્રાઇમ પર આવેલી વેબ (Tandav vs Tandav)સીરિઝમાં નિર્માતાઓએ જાણજોઇને હિન્દુ દેવતાઓની મજાક ઊડાવી છે અને હિન્દુઓની લાગણીઓનું અપમાન કર્યું છે. આવું પહેલી વખત નથી જ્યારે અભિવ્યક્તિના નામે સતત હિન્દુઓની લાગણીઓ પર વાર કરવામાં આવ્યો હોય.

OTT પ્લેટફોર્મ માટે હાલ કોઇ કાયદો નથી

તાંડવમાં માત્ર દેવતાઓની મજાક જ નથી ઉટાવાઇ. પણ દલિત વિરોધી અને હિન્દુઓ સામે સાંપ્રદાયિક ઘૃણા પણ ફેલાવાય છે. આવી ફિલ્મો કે વેબ સીરિઝ અને ઓટીટી પ્લેટફોર્મ માટે અત્યારે કોઇ કાયદો નથી.

આ સેન્સર બોર્ડમાંથી પાસ પણ થતી નથી. જેના કારે કેટલાક લોકો જાણીજોઇને હિન્દુ દેવી દેવતાઓની મજાક ઉડાવતી ફિલ્મો અને વેબ સીરિઝ બનાવી રહ્યા છે. તેથી મારી તમને વિનંતી છે કે તાંડવ વેબ સીરિઝ પર તાકિદે પ્રતિબંધ મૂકવામાં આવે. તેમજ ઓટીટી પ્લેટફોર્મ માટે કાયદો બનાવવામાં આવે.

 મુંબઇમાં ભાજપ નેતા  રામ કદમના નેતૃત્વમાં દેખાવો

ભાજપના ઘણા નેતાઓનો તાંડવ સીરિજ સામે વાંધો અને આરોપ છે. હવે મુંબઇમાં ભાજપ તાંડવ (Tandav vs Tandav) સામે વિરોધ કરવાની તૈયારીમાં છે. જેનું નેતૃત્વ રામ કદમ કરશે એવી વાત હતી.

આ પણ વાંચોઃ સૈફ અલી ખાનની Tandav વિવાદમાં, ભગવાન શિવ અને રામ પર ટિપ્પણીનો આરોપ

સોમવારે રામ કદમે આ અંગે કહ્યુ કે તેઓ મુંબઇમાં અમેઝોન સામે પોલીસમાં ફરિયા નોંધાવીશું ત્યારે વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવશે. તેમણે લોકોને અમેજોનના બહિષ્કાર કરવાની અપીલ પણ કરી છે. એટલું જ નહીં અમેઝોન સામે જૂતા મારો આંદોલન (Tandav vs Tandav)કરવામાં આવશે.

રામ કદમે વેબ તાંડવ પર પ્રતિબંધ મૂકવાની સાથે તેના એક્ટર, નિર્માતા અને લેખક સામે NSA લગાવાવની માગ પણ કરી છે. ભાજપ નેતા કપિલ મિશ્રાએ તો અમેઝોનને એક લીગલ નોટિસ પણ ફટકારી દીધી છે.

પશ્ચિમ બંગાળના હાવડામાં ભાજપનો વિરોધ

તાંડવ સીરિઝ સામે પશ્ચિમ બંગાળના હાવડામાં પણ ભાજપે વિરોધ (Tandav vs Tandav) શરૂ કરી દીધો. મેટ્રો ચેનલ પાસે ભાજપ યુવા મોરચાના કાર્યકરોએ ઓમપ્રકાશ સિંહના નેતૃત્વમાં પુતળા દબન અને ટાયરો સળગાવી વિરોધ પ્રદર્શન કર્યું.

વાંધાજનક સીન દૂર કરવા માયાવતીની માગ

દરમિયાન બસપા નેતા માયાવતીએ તાંડવમાંથી વાંધાજનક દૃશ્યો હટાવવાની માગ કરી છે. માયાવતીએ કહ્યું કે સીરિઝમાં ધાર્મિક અને વંશીય લાગણીઓ દુભાવતા કેટલાક દૃશ્યો સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે.

જેથી જે પણ વાંદાજનક છે તે હટાવી દેવામાં આવે.જેથી દેશમાં ક્યાંય પણ શાંતિ, સૌહાર્દ અને પરસ્પર ભાઇચારાનું વાતાવરણ ખરાબ ન થાય.

આ પણ વાંચોઃ ગુજરાતી કોમેડિયન મનવ્વર ફારુકી સામે યુપીમાં પણ ગાળિયો કસાયો, છુટવું મુશ્કેલ

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9