Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > તામિલ ભાષાની શાળાને બંધ કરવાનો પડઘો Tamil Nadu સરકારમાં પડયો

તામિલ ભાષાની શાળાને બંધ કરવાનો પડઘો Tamil Nadu સરકારમાં પડયો

0
279
  • તામિલનાડુના મુખ્યમંત્રીની CM રુપાણીને શાળા ચાલુ રાખવા વિનંતી
  •  Tamil Nadu સરકારે શાળાનો તમામ ખર્ચ ઉઠાવવા તૈયારી બતાવી
  • ગુજરાતના વિકાસમાં તામિલ લોકોનું પણ યોગદાન છેઃ કે. પ્લાનીસ્વામી

અમદાવાદઃ અમદાવાદ શહેરના મણિનગર -ખોખરા વિસ્તારમાં આવેલી તામિલ શાળા બંધ કરવાનો પડઘો છેક તમિલનાડુ સરકારમાં પડ્યો છે. તમિલનાડુના (Tamil Nadu )મુખ્યમંત્રી કે. પ્લાનીસ્વામીએ ખાસ સીએમ વિજય રુપાણીને સંબોધીને પત્ર જારી કર્યો છે. જેમાં તેમણે રાજ્યની એક માત્ર તામિલ શાળાને ચાલુ રાખવાની વિનંતી કરી છે.

જિલ્લા શિક્ષણાધિકારીના હુક્મ સામે વિદ્યાર્થીઓ છેલ્લાં બે સપ્તાહથી લડત ચલાવી રહ્યાં છે. આ અંગે શહેર જિલ્લાશિક્ષણાધિકારીથી માંડીને છેક સ્કૂલ ઓફ કમિશનર સુધી રજૂઆત કરી હતી. ત્યાં સુધી કે અમદાવાદ જિલ્લા કલેકટરને ઇચ્છા મુત્યુ માટે અરજી કરી હતી. દેખાવો, રજૂઆતો, વિનંતી કે માંગણીની કોઇ અસર ગુજરાતના સરકારી તંત્રને થઇ ના હતી. પરંતુ આ રજૂઆતોનો પડઘો છેક ચેન્નાઇ સરકારમાં પડયો છે.

તામિલનાડુ (Tamil Nadu )ના મુખ્યમંત્રી  કે. પાલાનીસ્વામીએ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. તેમાં સરકારને આ શાળા બંધ ના થાય તે જોવા માટે વિનતી કરી છે તેની સાથે શાળાનો માળખાકીય ખર્ચ તામિલનાડુ સરકારે ઉઠાવવાની તૈયારી બતાવી છે.

CM પ્લાનીસ્વામીએ પત્ર લખ્યું?

Tamilnadu

Tamilnadu

” મને એ જાણીને દુઃખ થયું કે અમદાવાદ, ગુજરાતમાં મુખ્યત્વે પ્રવાસી તમિલ મજૂરોના બાળકોને શિક્ષણ આપતી તામિલ માધ્યમની શાળા અચાનક બંધ કરી દેવાઇ છે. આના માટે શાળામાં ઓછા બાળકોની સંખ્યા હોવાનું કારણ આપવામાં આવ્યું છે. આ વિદ્યાર્થીઓ પાસે હવે તેમનો અભ્યાસ ચાલુ રાખવા માટે કોઇ વિકલ્પ રહ્યો નથી.

તામિલ એ ભવ્ય ઇતિહાસ અને સંસ્કુત્તિ ધરાવતી પ્રાચીન ભાષા છે. ગુજરાતના વિકાસમાં તમિલોએ યોગદાન આપ્યું છે અને હજુ ચાલુ છે. ગુજરાતમાં  લઘુમતિ તામિલ ભાષાના ભવિષ્ય માટે તેને રક્ષણ પુરુ પાડવાની જરુર છે.

તેથી હું આપને વિનંતી કરું છું કે તમે આ મામલે દરમિયાનગીરી કરીને તામિલ શાળા ચાલુ રહે તે માટે યોગ્ય આદેશ કરો. તમિલનાડુ સરકાર  (Tamil Nadu )આ શાળા ચલાવવા માટેનો તમામ ખર્ચ ભોગવવા તૈયાર છે. હું આશા રાખું છું કે, આ તામિલ શાળાને રક્ષણ પુરું પાડશો.”

ખોખરા વિસ્તારમાં આવેલી તામિલ શાળામાં વિદ્યાર્થીઓ ઓછા હોવાના કારણોસર શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ શાળા બંધ કરી દઇને વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને અન્ય શાળામાં ટ્રાન્સફર કરવાનો હુક્મ કર્યો હતો. આ હુક્મથી ગભરાયેલા વિદ્યાર્થીઓએ તામિલ ભાષાની ગુજરાતમાં આ એક માત્ર શાળા હોવાથી બંધ નહીં કરવા માટે શહેર જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરી હતી. પરંતુ તેમના પેટનું પાણી હલતું નથી.

સ્કૂલ ઓફ કમિશનર સમક્ષ રજૂઆત કરવા છતાં કોઇ જ પરિણામ આવ્યું નથી. આખરે હારી થાકીને તાલિ શાળાના 29 વિદ્યાર્થી તથા વાલીઓએ ઇચ્છા મુત્યની માંગતો પત્ર અમદાવાદ જિલ્લા નાયબ નિવાસ કલેકટરને આપ્યો હતો. સાથે ગાંધીનગર સ્થિત સ્કૂલ ઓફ કમિશનરને રજૂઆત કરી હતી.

બુધવારે વિદ્યાર્થીઓએ LC સ્વીકાર્યા નહી Tamil Nadu

ગઇકાલે23મીના રોજ શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના પ્રતિનિધિઓએ શાળાના વિદ્યાર્થીઓને સવારે 9થી 12માં સ્કૂલ લીવિંગ સર્ટીફિકેટ આપી દેવાનો કાર્યક્રમ રાખ્યો હતો. જો કે વિદ્યાર્થીઓએ LC સ્વીકાર્યા ન હતા અને શાળા ચાલુ રાખવા તેમને રજૂઆત કરી હતી. ત્યાં સુધી કે શાળાના બાળકો તથા શિક્ષકોને અન્ય ભાષામાં શિક્ષણ લેતાં ફાવે તેમ નહીં હોવાથી અંગ્રેજી માધ્યમની શાળામાં તબદીલ કરવાની દરખાસ્ત શાળાના ટ્રસ્ટીઓએ આપી હતી.

આમ શાળાને ચાલુ રાખવા માટે વિદ્યાર્થીઓ,વાલીઓ, સ્થાનિક સ્વૈચ્છિક સંસ્થાથી માંડીને શાળા સંચાલકો ઝઝુમી રહ્યા હતા. પરંતુ ગુજરાતમાં કોઇ પરિણામ આવ્યું ન હતું. પરંતુ આ ઘટનાનો પડઘો છેક તામિલનાડુ રાજયમાં પડયો હતો. જેથી તામિલનાડુ (Tamil Nadu )રાજયના મુખ્યમંત્રીએ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને શાળા ચાલુ રાખવા માટે વિનંતી કરતો પત્ર લખ્યો હતો.

ઓલ ગુજરાત સ્ટુડન્ટસ ફેડરેશન ( ટ્રસ્ટ )ના પ્રમુખ અને ખોખરા વોર્ડના પૂર્વ કાઉન્સિલર જયોર્જ ડાયસે જણાવ્યું છે કે,

“ગુજરાતમાં એક માત્ર આવેલી તામિલ ભાષાની શાળા બંધ નહીં કરવા તામિલનાડુ (Tamil Nadu )ના મુખ્યમંત્રીએ ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. ત્યાં સુધી કે તામિલનાડુ સરકારે શાળા ચલાવવાનો ખર્ચ ઉઠાવવાની તૈયારી બતાવી છે. આ જાહેરાતથી વિદ્યાર્થીઓનો ભવ્ય વિજય થયો છે.”

શું હતો ડીઇઓનો હુક્મ ? Tamil Nadu 

શહેરના જિલ્લા શિક્ષણાધિકારી આર.સી. પટેલે કરેલા હુકમમાં જણાવ્યું છે કે, માધ્યમિક શિક્ષણ વિનિયમ 1974 તેમ જ સરકારના પ્રવર્તમાન ઠરાવો, પરિપત્રો તથા નિયમોને ધ્યાને લઇ અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી તામિલ હાઇસ્કૂલમાં ધો. 9થી 12 કુલ વિદ્યાર્થી સંખ્યા 31 છે. જે નિયમાનુસાર ઓછી છે.

એકપણ વર્ગમાં વિદ્યાર્થી સંખ્યા નિયમાનુસાર જળવાતી ન હોવાથી ધો. 9થી 12ના તમામ વર્ગો બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ શાળાના એમ.એ., તામિલ બી.એડ.ના મદદનીશ શિક્ષક જે. તમિલ સેલ્વી, તથા એમ.એ., અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર બી.એડ. વિષયના મદદનીશ શિક્ષક મેબલ માનસીંગ તથા પટ્ટાવાળા તરીકે એસ.બી. યાદવને ફાજલ જાહેર કરવામાં આવે છે.

શાળાનું રેકર્ડ નજીકની શાળા શ્રી રામકુષ્ણ વિદ્યાલય, ખોખરામાં આપવા આદેશ કરવામાં આવે છે. અને શાળાનો ડેડસ્ટોકનો નિકાલ સરકારી રાહે કરી ચલણથી રકમ સરકારી બજેટ હેઠળ જમા કરાવવાની રહેશે.

વિદ્યાર્થીની સંખ્યા

ધોરણ        વર્ગો         વિદ્યાર્થીની સંખ્યા

9                01                  06

10             01                   07

11             01                   12

12            01                  06