Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગાંધી જયંતિની પૂર્વસંધ્યાએ તામિલ ભાષાના વિદ્યાર્થીઓની Gandhigiri

ગાંધી જયંતિની પૂર્વસંધ્યાએ તામિલ ભાષાના વિદ્યાર્થીઓની Gandhigiri

0
136
  • તામિલનાડુના CMની વિનંતી છતાં હજુ નિર્ણય નહી લેવાતા નિરાશા
  • DEOને ગુલાબનું ફૂલ આપીને શાળા શરૂ કરવાની માંગણી દોહરાવી

અમદાવાદ: રાજ્યની એક માત્ર તામિલશાળા બંધ કરી દેવાતા શાળાના વિદ્યાર્થીઓએ ગાંધી જયંતિની પૂર્વ સંધ્યાએ ગાંધીગીરી (Gandhigiri)નો સહારો લીધો. તામિલ શાળાના વિદ્યાર્થીઓએ વસ્ત્રાપુરમાં બહુમાળી ભવનમાં  જિલ્લાશિક્ષણાધિકારી (DEO)ને આવેદનપત્ર આપીને ગુલાબનું ફૂલ આપ્યું હતું. સાથે બંધ શાળા ફરી શરુ કરવાની માગ દોહરાવી છે.

અમદાવાદ શહેરના મણિનગર સ્થિત ખોખરા વિસ્તારમાં આવેલી તામિલ શાળા બંધ કરી દેવાના જિલ્લા શિક્ષણાધિકારીના હુક્મ સામે વિદ્યાર્થીઓએ છેલ્લાં બે સપ્તાહથી લડત ચલાવી રહ્યાં છે. આ શાળા ચાલુ રાખવા તથા તેનો ખર્ચ ઉઠાવવા તૈયારી બતાવતો તામિલનાડુના મુખ્યમંત્રીએ ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખ્યો હોવા છતાં હજુ સુધી કોઇ જ સકારાત્મક પરિણામ આવ્યું નથી. જેથી વાલીઓ વિદ્યાર્થીઓમાં નિરાશા છે.

આ પણ વાંચોઃ Tamil સ્કૂલના વર્ગો બંધ થયા, શાળાની માન્યતા ચાલુઃ શિક્ષણમંત્રીનો ખુલાસો

અગાઉ વિદ્યાર્થીઓ-વાલીઓએ ઇચ્છામૃત્યુ માંગ્યુ હતુ

ગુજરાતમાં પણ ખાસ કરીને અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી એક માત્ર તામિલ શાળાને બંધ કરવા અંગેના શહેર જિલ્લાશિક્ષણાધિકારીએ હુક્મ કર્યો છે. આ હુક્મને લઇને વિદ્યાર્થીઓ તેમ જ વાલીઓએ શાળા ચાલુ રાખવા માટેની માંગણી સાથે લડત શરૂ કરી હતી. તેના ભાગરુપે સ્કૂલ ઓફ કમિશનર સુધી રજૂઆત કરી હતી. ત્યાં સુધી કે અમદાવાદ જિલ્લા કલેકટરને ઇચ્છા મુત્યુ માટે અરજી કરી હતી.

દેખાવો, રજૂઆતોનો પડધો છેક ચિન્નાઇ સુધી પડ્યો

દેખાવો, રજૂઆતો, વિનંતી કે માંગણીની કોઇ અસર ગુજરાતના સરકારી તંત્રને થઇ ના થઇ. પરંતુ તેનો પડઘો છેક ચેન્નાઇ સરકારમાં પડયો છે. તામિલનાડુના મુખ્યમંત્રી એડાપડી કે. પાલાનીસ્વામીએ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. તેમાં સરકારને આ શાળા બંધ ના થાય તે જોવા માટે વિનતી કરી હતી તેની સાથે શાળાનો માળખાકીય ખર્ચ તામિલનાડુ સરકારે ઉઠાવવાની તૈયારી બતાવી હતી.

આ પણ વાંચોઃ ગુજરાતની એક માત્ર Tamil school બંધ થતાં વિદ્યાર્થી-વાલીઓએ માગ્યું ઇચ્છામૃત્યુ

2016થી શાળાના વિદ્યાર્થીઓની સંખ્યા ઘટવાની સરકારીન દલીલ

જો કે આ પત્રના સંદર્ભમાં રાજયના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્પષ્ટતા કરી હતી કે, આ શાળામાં 2016થી આજ સુધીમાં તબક્કાવાર વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતી હતી. 84 પછી 66 થઇ હતી. ત્યારબાદ 59 થયા હતા. તે ઘટીને આજે 31ની સંખ્યા થઇ છે. અત્યારે વર્ગો બંધ કરવાનો નિર્ણય કરાયો છે. શાળાની માન્યતા તો હાલ ચાલુ છે.

ઓલ ગુજરાત સ્ટુડન્ટ ફેડરેશનના પ્રમુખ જયોર્જ ડાયસે જણાવ્યું છે કે, તામિલનાડુ સરકારે તમામ ખર્ચો ભોગવવાની તૈયારી બતાવી છે. ત્યારે ગુજરાતની એકમાત્ર તામિલ શાળા વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં તાત્કાલિક અસરથી શરૂ કરવા માટે આજે વિદ્યાર્થીઓ તથા વાલીઓ DEOને મળ્યા હતા.

વાલીઓ અને વિદ્યાર્થીઓએ ગાંધીજી તથા ભારતના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિની પૂર્વ સંધ્યાએ વસ્ત્રાપુર ખાતે આવેલી જિલ્લા શિક્ષણાધિકારી આર.સી. પટેલને આવેદનપત્ર આપી ગુલાબનું ફૂલ આપી ગાંધીગીરી (Gandhigiri) કરી હતી.

આ પણ વાંચોઃ તામિલ ભાષાની શાળાને બંધ કરવાનો પડઘો Tamil Nadu સરકારમાં પડયો