Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > Tamil સ્કૂલના વર્ગો બંધ થયા, શાળાની માન્યતા ચાલુઃ શિક્ષણમંત્રીનો ખુલાસો

Tamil સ્કૂલના વર્ગો બંધ થયા, શાળાની માન્યતા ચાલુઃ શિક્ષણમંત્રીનો ખુલાસો

0
98
  • 5 વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યા 84 થી સતત ઘટીને 31 થતાં લેવાયો નિર્ણય
  • ગુરુવારે જ Tamil Naduના મુખ્ય મંત્રીએ સીએમ રુપાણીને પત્ર લખ્યો હતો

અમદાવાદઃ અમદાવાદની મણિનગર ખાતેની તામિલ હાઇસ્કૂલ (Tamil)ને લઇને છેલ્લાં પખવાડિયાથી રહેલા વિવાદ અંગે છેવટે રાજ્યના શિક્ષણમંત્રી ચુડાસમાએ ખુલાસો કરવો પડ્યો. શુક્રવારે તેમણે જણાવ્યું કે Tamil શાળાના વર્ગો બંધ થયા છે, શાળીની માન્યતા ચાલુ છે.

Tamil શાળા બંધ કરવા સામે વિદ્યાર્થીઓ અને તેમનાં વાલીઓ તેમ જ સ્વૈચ્છિક સંસ્થા દ્વારા પખવાડિયાથી લડત ચલાવવામાં આવી રહી છે. આ મુદ્દાના પ્રત્યાઘાત છેક તામિલનાડુ સરકારમાં પણ પડયા છે. તામિલનાડુના મુખ્યમંત્રીએ ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખીને તામિલ શાળાને ચાલુ રાખવા સીએમ રુપાણીનેવિનંતી કરી છે. તે માટેનો ખર્ચ પણ તેમણે ઉઠાવવાનું જણાવ્યું છે.

આમ તામિલનાડુના મુખ્યમંત્રીના પત્ર બાદ આજે રાજયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું છે કે,

અમદાવાદની મણિનગરની તામિલ હાઇસ્કૂલના વર્ગો બંધ થયા છે. શાળાની માન્યતા ચાલુ છે. છેલ્લાં પાંચ વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યા દર વર્ષે  84, 66 અને 59હતી. તે ઘટીને 31 થતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.”

તેમણે વધુમાં જણાવ્યું છે કે, આ શાળામાં છેલ્લાં પાંચ વર્ષમાં એટલે કે વર્ષ 2016થી દર વર્ષે ઘટાડો નોંધાતો ગયો. જેમાં અનુક્રમે 84, 66 અને 59 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. તે ઘટીને આજે 31ની સંખ્યા થઇ છે. અત્યારે વર્ગો બંધ કરવાનો નિર્ણય કરાયો છે. શાળાની માન્યતા તો હાલ ચાલુ છે. આ શાળામાં બે શિક્ષક અને એક સેવક ફરજ બજાવે છે.

 2011ના ઠરાવ મુજબ Tamil શાળાના વર્ગો બંધ કરવા નિર્ણય લેવાયો

આ તામિલ (Tamil) શાળામાં 27 ફેબ્રુઆરી 2020ના રોજ ધો. 9થી 12ના તમામ વર્ગોમાં વિદ્યાર્થીની સંખ્યા 35 હતી. તે સંદર્ભે શિક્ષણ વિભાગે 8 માર્ચ 2011ના ઠરાવ મુજબ વર્ગદીઠ સરાસરી હાજરી 36 જળવાતી ન હોવાથી ધો.9થી 12ના તમામ વર્ગો બંધ કરવાના આદેશ કર્યા હતા. આમ જોવા જઇએ તો માત્ર વિદ્યાર્થીઓ ખૂટે છે.

આ સમયગાળા દરમિયાન કોવિડ 19ના કારણે યથાવત પરિસ્થિતિ જાળવાઇ રહી હતી. જેને ધ્યાનમાં લઇને વિદ્યાર્થી સંખ્યા વધારવા માટે પણ સૂચન કરાયું હતું. ત્યારબાદ 25 ફેબ્રુઆરીના રોજ કમિશનર ઓફ સ્કૂલ્સની કચેરીએ પુનઃ સુનાવણી તા.17 જુલાઇના રોજ કરી હતી. પરંતુ ધો. 9થી 12ની કુલ વિદ્યાર્થી સંખ્યા 31 હોવાથી શાળાના તમામ વર્ગો બંધ કરવા નિયમાનુસાર નિર્ણય કરવામાં આવ્યો છે.

Tamil વિદ્યાર્થીઓ માટે કોઇ વિકલ્પ નથી રહ્યો

ઉલ્લેખનીય છે કે, તામિલ (Tamil) શાળાના વિદ્યાર્થીઓ માટે ગુજરાતમાં એક માત્ર  શાળા છે. તેમની પાસે કોઇ વિકલ્પ નથી. આ શાળા બંધ કરવાની તેમની શૈક્ષણિક કારર્કિદી જોખમમાં મૂકાશે. જેથી આ શાળા ચાલુ રાખવા માટે વાલીઓએ માંગણી કરી છે.