Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > તમિલશાળા બંધ કરી રાજ્ય સરકારે વડાપ્રધાન મોદીનું અપમાન કર્યુ

તમિલશાળા બંધ કરી રાજ્ય સરકારે વડાપ્રધાન મોદીનું અપમાન કર્યુ

0
128
  • નરેન્દ્રભાઇએ તમિલનાડુમાં તેમના મત વિસ્તારમાં એકમાત્ર તમિલ શાળા હોવાનું ગૌરવ દર્શાવ્યું હતુ
  • તમિલનાડુમાં ભાજપની એક પણ બેઠક નહિ હોવાના કારણે શાળા બંધ કરી હોય તો શરમજનક ઘટના

અમદાવાદઃ ગુજરાતની એક માત્ર અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી તામિલ શાળા (tamil-school-gujarat-modi) ગુજરાતનું ગૌરવ હોવાનું દેશના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તામિલનાડુમાં કહ્યું હતું. તે જ શાળા વિજય રૂપાણીની સરકારે બંધ કરીને વડાપ્રધાનનું ઘોર અપમાન કર્યું હોવાનું ઓલ ગુજરાત સ્ટુડન્ટ ફેડરેશને જણાવ્યું છે.

ત્યાં સુધી કે તમિલનાડુના મુખ્યમંત્રીએ ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખીને શાળા ચાલુ રાખવા વિનંતી કરી છે. તેના માટેનો ખર્ચ ભોગવવાની પણ તૈયારી બતાવી છે. તેવા સમયે ગુજરાત સરકારે (tamil-school-gujarat-modi)પોતાની આબરુના ઘજાગરા કરવાના બદલે ગુજરાત સરકારે શાળા ચલાવશે તેવી વહેલી તકે જાહેરાત કરવી જોઇએ તેવી સંસ્થાએ વિનંતી કરી છે.

આ પણ વાંચોઃ સરકાર પ્રાઇવેટ સ્કૂલોની ફી 25 ટકા ઘટાડવાનો નિર્ણય લઈ શકે

ઓલ ગુજરાત સ્ટુડન્ટસ ફેડરેશનના ના પ્રમુખ જયોર્જ ડાયસ તથા કાલીઅપ્પન મુદલિયારે જણાવ્યું છે કે, ગુજરાતની તામિલ ભાષાના પરપ્રાંતીય મજૂરોને એકમાત્ર શાળા ગુજરાત સરકારે (tamil-school-gujarat-modi)બંધ કરી દીધી છે. તેનો પડઘો તામિલનાડુ સુધી પડયો અને તામિલનાડુ સરકારે પોતાની સાંસ્કુત્તિક ધરોહરને ગુજરાતમાં જીવિત રાખવા આ શાળાનો તમામ ખર્ચ તામિલનાડુ સરકાર આપશે તેવી કરેલી જાહેરાત ગુજરાત સરકાર માટે ભારે શરમજનક છે.

ગુજરાત સરકારનું આર્થિક બજેટ અંદાજે પોણા બે લાખ કરોડ રૂપિયાનું છે. જેમાં ઉત્સવો પાછળ બેફામ ખર્ચાઓ અને શિક્ષણ વિભાગ દ્રારા કરોડો રૂપિયા વપરાય છે. પરંતુ જાણે કે તમિલનાડુમાં ભાજપને એક પણ બેઠક ન મળતી હોય ત્યારે તેનો બદલો લેવા ભાજપ સરકારે તમિલ ભાષાની શાળા (tamil-school-gujarat-modi) બંધ કરવાનો નિર્ણય કર્યો હોય તો તે તેના કરતાં પણ વધારે શરમજનક કહી શકાય.

આ પણ વાંચોઃ ગુજરાત ફી માફિયાઓના ભરડામાંઃ વિપક્ષના નેતા પરેશ ધાનાણીનો દાવો

ગુજરાત સરકારે પોતાની આબરુના ધજાગરા કરવાના બદલે તામિલનાડુ સરકારનો આભાર માનીને આ શાળા ગુજરાત સરકાર જ ચલાવશે તેવી જાહેરાત કરીને પોતાની ભૂલ સુધારી લેવી જોઇએ.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, દેશના વડાપ્રધાન ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મણિનગર વિધાનસભા મતક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરતા હતા. ત્યારે નરેન્દ્રભાઇએ તમિલનાડુમાં (tamil-school-gujarat-modi)જઇને એવી જોરશોરથી જાહેરાત કરતા હતા કે, મારા મત વિસ્તારમાં એકમાત્ર તમિલ ભાષામાં શિક્ષણ આપતી એકમાત્ર શાળા એ ગુજરાતનું ગૈરવ છે. પરંતુ રૂપાણી સરકારે આ શાળા બંધ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પણ ઘોર અપમાન કર્યું છે. આ અંગે રાજયના મુખ્યમંત્રીને એક પત્ર લખી વિગતવાર રજૂઆત કરવામાં આવશે.