Gujarat Exclusive > દેશ-વિદેશ > Tamil Nadu Republic-CNX Exit Poll: DMK+ને ભારે બહુમતીના સંકેત

Tamil Nadu Republic-CNX Exit Poll: DMK+ને ભારે બહુમતીના સંકેત

0
34

Republic-CNX એક્ઝિટ પોલ અનુસાર, તમિલનાડૂમાં આ વખતે DMK+ની સરકાર બનતી જોવા મળી રહી છે. આ એક્ઝિટ પોલના અનુમાન અનુસાર રાજ્યમાં DMK+ને 160-170 સીટો, જ્યારે AIADMK+ને 58-68 સીટો મળી શકે છે. તમિલનાડૂમાં સરકાર બનાવવા માટે કુલ 234 સીટોમાંથી ઓછામાં ઓછા 118 સીટોની જરૂરત રહેશે.

જણાવી દઈએ કે, પાછલી વિધાનસભા ચૂંટણીમાં AIADMKએ 135 સીટો જીતીને રાજ્યમાં સરકાર બનાવી હતી.

તમિલનાડૂની વિધાનસભા ચૂંટણી આમ તો આ વખતે અનેક કારણોસર રસપ્રદ થઈ રહી છે, પરંતુ એક મોટી વાત તે રહી છે કે, આ ચૂંટણીમાં બંને મુખ્ય દ્રવિડ પાર્ટીઓ (AIADMK અને DMK)ની નવી પેઢીના નેતાઓ વચ્ચે ટક્કર થઈ.

એવું તે માટે થયું કેમ કે વર્ષ 2016માં સતત બીજી વખત AIADMKને સત્તામાં લાવીને છઠ્ઠી વખત મુખ્યમંત્રી બનેલ પાર્ટી નેતા જે જયલલિતાનો તે વર્ષે જ નિધન થઈ ગયું હતુ, જ્યારે DMKના દિગ્ગજ નેતા અને પાંચ વખતના મુખ્યમંત્રી રહેલા એમ કરૂણાનિધિનું વર્ષ 2018માં નિધન થઈ ગયું હતુ. આ બંને નેતાઓનો કદ એટલો મોટો હતો કે, અનેક દશકાઓ સુધી તમિલનાડૂની રાજનીતિ તેમના પૂરતી સીમિત રહી હતી.

તમિલનાડુમાં 232 વિધાનસભા બેઠકો પર મતદાન
તમિલનાડુમાં 6 એપ્રિલે 232 વિધાનસભા બેઠકો પર એકસાથે મતદાન સમપ્ત થઈ ગયું હતુ. આ વખતે અહીંની ચૂંટણી એટલા માટે પણ ખાસ છે કારણ કે, AIADMK અને DMK પાર્ટીઓ પાસે તેમને જીતાડી શકે તેવા ચહેરા એટલે કે જયલલિતા અને એમ કરૂણાનિધિ નથી. અહીં દર વખતની જેમ AIADMK અને DMK વચ્ચે જ ખરાખરીનો જંગ જોવા મળશે. તમિલનડુમાં સરકાર રચવા માટેનો જાદુઈ આંકડો 118 બેઠકોનો છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat