Gujarat Exclusive > રાજનીતિ > શું છે ‘વેત્રીવેલ યાત્રા’; જેના થકી ભાજપ તમિલનાડુમાં ‘કમળ’ ખિલવવા માંગે છે?

શું છે ‘વેત્રીવેલ યાત્રા’; જેના થકી ભાજપ તમિલનાડુમાં ‘કમળ’ ખિલવવા માંગે છે?

0
39
  • તમિલનાડુ CM સાથે અમિત શાહની બેઠક
  • 2021ની વિધાનસભા ચૂંટણી AIADMK-BJP ગઠબંધનમાં લડશે

ચેન્નઈ/નવી દિલ્હી: બિહાર ચૂંટણીમાં (Bihar Election) જીત બાદ ભારતીય જનતા પાર્ટીનું ધ્યાન તમિલનાડુ (Tamil Nadu BJP) પર છે, જ્યાં આગામી વર્ષે એપ્રિલ-મે મહિના ચૂંટણી (Tamil Nadu Election) થઈ શકે છે. તમિલનાડુ પર ભાજપનું ફોક્સ રાખવાના અનેક કારણો છે, પરંતુ તેમાં મુખ્ય કારણ બે મોટી પાર્ટીઓ AIADMK અને DMKના કોઈ મોટા નેતાનું ના હોવું.

તમિલનાડુની રાજનીતિમાં (Tamil Nadu Politics) આજ બે પાર્ટીઓનું શાસન ચાલતું રહ્યું છે. જેમાં AIADMKની કમાન જયલલિતા અને DMKની કમાન કરુણાનિધિ સંભાળતા આવ્યા છે. જો કે હવે આ બન્ને નેતાઓનું અવસાન થઈ ચૂક્યું છે. બન્ને નેતાઓની ગેરહાજરીમાં તમિલનાડુમાં જે જગ્યા બની છે, ભાજપ (Tamil Nadu BJP) તેમાં પોતાની હાજરી ઉભી કરવાનો પ્રયત્ન કરી રહી છે. આ માટે ભાજપે અત્યારથી પ્રયત્નો શરૂ કરી દીધા છે. જેમાંથી એક છે વેત્રીવેલની (Vetrivel Yatra) આ વેલ યાત્રા…

વેત્રીવેલ યાત્રા (Vetrivel Yatra) એવી રથયાત્રા જેવી જ છે, જેને ભાજપ દેશના અન્ય રાજ્યોમાં સમયાંતરે નીકાળતી આવી છે. તમિલનાડુમાં પણ ભાજપ (Tamil Nadu BJP) આ પ્રયોગ અપનાવી રહી છે. આ યાત્રા હેઠળ ભાજપ તમિલનાડુના અલગ-અલગ જિલ્લાઓ અને તાલુકાઓમાં પોતાનો જનસંપર્ક અભિયાન આદરશે. સત્તારુઢ AIADMK સરકારની મનાઈ હોવા છતાં ભાજપ આ યાત્રા (Vetrivel Yatra In Tamil) નીકાળી રહી છે.

સરકારનું કહેવું છે કે, કોરોના મહામારીના (Corona Pandemic) આ કપરા સમયમાં આ પ્રકારના આયોજનને મંજૂરી ના આપી શકાય. જ્યારે ભાજપ (Tamil Nau BJP) તેને ભગવાન મુરુગનનું કામ ગણાવીને આગળ વધી રહી છે.

વેત્રીવેલનો અર્થ ભગવાન મુરુગન સાથે છે, જે પાર્વતી દેવીના પુત્ર છે. ભગવાન મુરુગનના તમિલનાડુમાં 6 પૂજા સ્થળ છે, જ્યાં ભાજપ પોતાની યાત્રા (Vetrivel Yatra) કરશે. 6 ડિસેમ્બરે આ યાત્રા (Vetrivel Yatra In Tamil)સંપન્ન થશે, જ્યારે ભાજપે એક મહિના પહેલા 6 નવેમ્બરથી તેની શરૂઆત કરી દીધી છે.

6 ડિસેમ્બરે વેત્રીવેલ યાત્રા (Vetrivel Yatra) સંપન્ન કરવા પાછળનું મોટુ કારણ એવું કહેવાય છે કે, આજે દિવસે બાબરી વિધ્વંશની 28મીં વરસી છે. તમિલનાડુ સરકારે આ યાત્રાની મંજૂરી ના હોવા છતાં ભાજપે (Tamil Nadu BJP) તેને ચાલુ રાખી છે. તમિલનાડુના ભાજપ અધ્યક્ષ એલ મુરુગન તેની આગેવાની કરી રહ્યાં છે.

આ યાત્રા (Vetrivel Yatra) દરમિયાન જ ભાજપના નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહેે 21 નવેમ્બર એટલે કે ગઈકાલે જ તમિલનાડુની મુલાકાત લીધી છે. ભાજપે (Tamil Nadu BJP) આ યાત્રા થકી તમિલનાડુના ઉત્તરથી દક્ષિણ સુધીના પ્રદેશોને આવરી લીધા છે.

6 નવેમ્બરે ઉત્તર તમિલનાડુના તિરુતન્ની મંદિરથી શરૂ થયેલી આ યાત્રા (Vetrivel Yatra) દક્ષિણ તમિલનાડુના તિરુચેંદૂર મંદિરમાં સંપન્ન થશે. વેત્રીવેલ કે વેલ યાત્રાને હિન્દૂ મતોના ધ્રુવીકરણની દિશામાં ભાજપના (Tamil Nadu BJP) મોટા પ્રયત્ન તરીકે જોવામાં આવી રહી છે.

આ પણ વાંચો: દુબઈની રાજકુમારીના બૉડીગાર્ડ સાથે અનૈતિક સબંધ, ચૂપ રહેવા આપ્યાં ₹ 12 કરોડ

બીજી તરફ મુખ્યમંત્રી પલાનીસ્વામીએ શનિવારે કેન્દ્રીય મંત્રી અમિત શાહની ચેન્નઈ યાત્રા દરમિયાન જાહેરાત કરતા જણાવ્યું કે, વિધાનસભા ચૂંટણીમાં પણ લોકસભા સમયે કરેલુ ગઠબંધન જાળવી રખાશે. અમે 10 વર્ષનું સુશાસન આપ્યું છે. અમારું ગઠબંધન 2021ની ચૂંટણી પણ જીતશે. તમિલનાડુ કાયમ PM મોદીનું સમર્થન કરશે.