Gujarat Exclusive > યુથ > મનોરંજન > તમિલ એક્ટર વિવેકનું હાર્ટ એટેકથી નિધન

તમિલ એક્ટર વિવેકનું હાર્ટ એટેકથી નિધન

0
68

તમિલ ફિલ્મોમાં કોમેડી અભિનેતા અને પદ્મ શ્રી પુરસ્તાક વિજેતા વિવેકનો શનિવારે વહેલી સવારે ચેન્નાઈ હોસ્પિટલમાં હાર્ટ એટેકના કારણે નિધન થઈ ગયું. તેઓ 59 વર્ષના હતા.

હાર્ટ એટેક આવ્યા પછી વિવેકને શુક્રવારે સવારે હોસ્પિટલની આઈસીયૂમાં દાખલ કરવામાં આવ્યો હતો. એક મેડિકલ બુલેટિને કહ્યું કે, તેમને શુક્રવારે ઈમરજન્સી કોરોનરી એન્જિયોગ્રામ પછી એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી.

તમિલ સિનેમામાં કામ કરનાર વિવેક કોમેડિયનની સાથે-સાથે એક શાનદાર એક્ટર પણ હતા. તેમને રજનીકાંત, કમલ હાસન, અજિત, વિજય માધવન અને વિક્રમ સાથે કામ કર્યું હતું. માધવની ફિલ્મ રન તેમની કારકિર્દીની સૌથી સફળ ફિલ્મ સાબિત થઈ હતી. તે પછી તેમને ક્યારેય પાછળ વળીને જોયું નથી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat