ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ગિર સોમનાથની તાલાળા બેઠકના ધારાસભ્ય જસા બારડ ભાજપમાં જોડાયા છે. 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારના રૂપમાં જીત મેળવી હતી. વિધાનસભા અધ્યક્ષને સવારે જ પોતાનું રાજીનામું આપ્યા બાદ જશા બારડ ભાજપમાં સામેલ થયા છે.
Advertisement
Advertisement
ભાજપમાં સામેલ થતા જ જશા બારડે કહ્યુ, અમે અસલી કોંગ્રેસી નથી. અમે ઘર વાપસી કરી છે. અમારા મૂળ ભાજપ સાથે જોડાયેલા હતા. હું તે કરીશ જે પાર્ટી કહેશે, ટિકિટ આપવામાં આવે તો બરાબર નહી તો ટિકિટ નહી મળે તો પણ હું જે પાર્ટી કહેશે તેમ કરીશ. હું વડાપ્રધાન મોદીથી પ્રભાવિત છુ. હું પીએમ મોદીની વિકાસની રાજનીતિથી પ્રેરિત થઇને ભાજપમાં સામેલ થયુ છે. જો પાર્ટી કહેશે તો હું ચૂંટણી લડવા માટે તૈયાર છું.
વર્તમાન ધારાસભ્યનો રિપોર્ટ કાર્ડ
આહિર જ્ઞાતિના ભગવાનભાઈ બારડ ગત ચૂંટણીમાં આ બેઠક પરથી રેકોર્ડબ્રેક માર્જિનથી વિજયી થયા હતા. તાલાળા પંથકની ખાસિયતથી વિપરિત તેમણે આશરે 59%મત મેળવીને સપાટો બોલાવ્યો હતો. તેમની ચૂંટણી રદ કરવામાં આવી એ પછી ખાસ્સી કાનૂની લડાઈ લડીને તેઓ પેટાચૂંટણી ટાળવામાં સફળ રહ્યા હતા. તેમનાં સમર્થનમાં યોજાયેલ આહિર સમાજના સંમેલનોએ પણ તેમની તરફેણમાં સહાનુભૂતિનો જુવાળ ઊભો કર્યો હતો. આગામી ચૂંટણીમાં ભગાભાઈને તેનો ફાયદો થાય એવી પૂરી શક્યતા છે. આ વિસ્તાર પર પકડ ધરાવતા પૂર્વ ધારાસભ્ય જશુભાઈ બારડના તેઓ નાનાભાઈ છે એ બાબત પણ તેમના ફાયદામાં રહે છે. જોકે તાલાળા અને સૂત્રાપાડા પાલિકા તેમજ પંચાયતોની ચૂંટણીમાં ભાજપનું વાવાઝોડું એવું ફરી વળ્યું કે કોંગ્રેસના મોટાભાગના આંબા તેમાં જમીનદોસ્ત થઈ ચૂક્યા છે.
Advertisement