Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કોરોનામાં પૈસા કમાવવા દરજીનું તરકટઃ મેડિક્લેમ પકાવવા માટે રચ્યુ સડયંત્ર

કોરોનામાં પૈસા કમાવવા દરજીનું તરકટઃ મેડિક્લેમ પકાવવા માટે રચ્યુ સડયંત્ર

0
186

હોસ્પિટલના ખોટા ડોક્યુમેન્ટ અને ડોક્ટરની સહી પણ કરી, પોલીસે ગુનો નોંધ્યો

અમદાવાદઃ કોરોનામાં પૈસા કમાવવા શહેરના એક દરજીએ તરકટ (Tailor srick for mediclaim)કરી નાખ્યું. પાડોશી ડોક્ટરને ત્યાં સારવારના ખોટા ડોક્યુમેન્ટ અને તબીબની બનાવટી સહી કરી કલેમ પણ કર્યું. પરંતુ વેરિફિકેશનમાં ધૂધનું ધૂધ પાણીનું પાણી થઇ જતા દરજી ભાઇને કાયદાકીય મુશ્કેલીમાં ફસાવવાનો વારો આવ્યો છે.

પાડોશી તબીબના પરિચયનો ગેર લાભ લેવાનો પ્રયાસ

પ્રાપ્ત વિગત મુજબ અમદાવાદના બોડકદેવમાં રહેતા અને શિવમ હોસ્પિટલ (Shivam hospital News)માં છેલ્લા 13 વર્ષથી ડો. ભાવેશ ઓઝા તબીબી પ્રેક્ટિસ કરે છે. તેમની હોસ્પિટલની બાજુમાં દરજીની
દુકાન ધરાવતા શીવાભાઈ પરમાર સાથે તેમને પાડોશી નાતે પરિચય હતો. શીવાભાઈ બીમાર થતા તેઓ ભાવેશભાઈની હોસ્પિટલમાં દવા લેતા હતા.

આ પણ વાંચોઃ વૃદ્ધને ડાયાબીટીસ હોય અને કોરોના થયા બાદ બ્લેક ફંગસ થવાના ડરે આપઘાત કર્યો

દરમિયાન 24 માર્ચે શિવાભાઈની તબીયત વધુ ખરાબ થતા ભાવેશભાઈની હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જેમાં શીવાભાઈનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હોવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે શીવાભાઈને સારુ થઈ જતા આરામ કરી દવા લેવાની સલાહ આપી હતી.

વીમા કંપનીના કર્મી વેરિફિકેશન માટે આવતા ભાંડો ફૂટ્યો

બાદમાં ગત 12 મે ના રોજ ICICI વીમા કંપનીના કર્મચારી તેજસભાઈ મેડિક્લેમ વેરીફિકેશ માટે ભાવેશ ભાઇની હોસ્પિટલમાં આવ્યા હતા. જેમાં શીવાભાઈના ડોક્યુમેન્ટની સાથે ડો. ભાવેશે તેમને રજા આપ્યાનું ફોર્મ બતાવ્યું હતું. જેમાં દવા તથા સમરી ભરેલ હતી. જોકે આ તમામ ડોક્યુમેન્ટ ડોક્ટરને જાણ થઈ હતી.

અહીં સુધી કે તેમની હોસ્પિટલનાના નામનો બનાવટી લેટર પેડ અને તેમાં મારેલો હોસ્પિટલનો સિક્કો પણ ખોટો (Tailor srick for mediclaim)હતો. લેટરપેડ પર ડો. ભાવેશની સહી પણ કોઈ વ્યક્તિએ કરેલી હોવાનું જણાયું હતું.

જેથી વીમા ક્લેમ વેરિફિકેશન માટે આવેલા કર્મચારીને તેઓએ જાણ કરી હતી કે શીવાભાઈ પરમાર નામના કોઈ વ્યક્તિ તેમના ત્યાં એડમિટ થયા નહોતા અને આ તમામ સહી-સિક્કા પણ તેઓએ કરી આપ્યા ન હતા. શિવા પરમાર નામની વ્યક્તિએ હોસ્પિટલના ખોટા લેટરપેડ બનાવી હોસ્પિટલનો સિક્કો મારી મેડીક્લેઇમ મંજૂર કરાવવા માટે કંપનીમાં આ તમામ ડોક્યુમેન્ટ આપ્યા હતા. આ અંગે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ડૉ. ભાવેશએ ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat