Gujarat Exclusive > દેશ-વિદેશ > દિલ્હી હિંસા: પોલીસની ચાર્જશીટમાં તાહિર હુસૈન માસ્ટરમાઈન્ડ, ઉમર ખાલિદનું પણ નામ

દિલ્હી હિંસા: પોલીસની ચાર્જશીટમાં તાહિર હુસૈન માસ્ટરમાઈન્ડ, ઉમર ખાલિદનું પણ નામ

0
206

નવી દિલ્હી: ઉત્તર-પૂર્વ દિલ્હીમાં મોટાપાયે ભડકેલી હિંસામાં મુખ્ય આરોપી તાહિર હુસૈન અને તેના ભાઈ શાહ આલમ સહિત 15 લોકો વિરૂદ્ધ કડકડડૂમા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી દેવામાં આવી છે. દિલ્હી હિંસાની તપાસ માટે બનેલી ક્રાઈમ બ્રાન્ચની SIT દ્વારા 1 હજારથી વધુ પેજની ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી દીધી છે. આ સાથે જ ક્રાઈમ બ્રાન્ચે કોર્ચમાં 75 સાક્ષીઓની પણ જાણકારી આપી છે.

ક્રાઈમ બ્રાન્ચની ચાર્જશીટમાં તાહીર હુસૈનને દિલ્હીમાં ભડકેલી હિંસાનો માસ્ટરમાઈન્ડ બતાવવામાં આવ્યો છે. પોલીસે ચાર્જશીટમાં તાહિરના ઘરનો ઉપયોગ હિંસક ટોળાને આશરો આપવા માટે અને હિંસામાં ઉપયોગ હથિયાર અને આગચંપીનો સામાન રાખવાને લઈને પણ ઉલ્લેખ કર્યો છે. આ ચાર્જશીટમાં ઉમર ખાલિદનું નામ પણ ઉમેરવામાં આવ્યું છે, પરંતુ તેને ચાંદબાગ હિંસા કેસમાં હજુ આરોપી નથી બનાવવામાં આવ્યો. ઉમર ખાલિદને જલ્દી પૂછપરછ માટે બોલાવવામાં આવશે.

આ ચાર્જશીટમાં હિંસા ભડકાવવા માટે તાહિરના ભાઈ શાહ આલમને પણ આરોપી બનાવવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા પ્રમાણે, દિલ્હીમાં હિંસાના સમયે તાહિર હુસૈન પોતાના ચાંદબાગ સ્થિત ઘરે હાજર હતો. દિલ્હીમાં હિંસા ભડકાવવા માટે તાહિર હુસૈને 1 કરોડ 30 લાખ રૂપિયા ખર્ચ કર્યા હતા.

SITની તપાસમાં આ વાત પણ સામે આવી છે કે, હિંસાના પહેલા તાહિર હુસૈને CAA-NRCના વિરોધને લઈને પ્રદર્શનકારીઓ સાથે ગુપ્ત બેઠક કરીને હિંસા ભડકાવવા માટે યોજના બનાવી હતી.

ચાર્જશીટમાં જે પુરાવા રજૂ કરવામાં આવ્યા છે, તે પ્રમાણે તાહિરે દિલ્હીમાં હિંસા ભડકાવવાનું ષડયંત્ર પહેલા જ કરી લીધુ હતું. ક્રાઈમ બ્રાન્ચે ચાર્જશીટમાં વધુ એકવાતનો ઉલ્લેખ કર્યો છે, જે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાર્જશીટ અનુસાર, તાહિરના ઘરમાં અનેક ઠેકાણે CCTV કેમેરા લગાવવામાં આવ્યા હતા, પરંતુ ચોંકાવનારી વાત એ છે કે, જ્યારે પોલીસ કેમેરાનું રેકોર્ડિંગ તપાસ્યું, ત્યારે તેમાં હિંસાના 15 દિવસ પહેલાથી જ રેકોર્ડિગ બંધ કરી દેવામાં આવ્યું હતુ. જે રેકોર્ડિંગ હતું, તેનો ડેટા પણ ડિલીટ મારી દેવામાં આવ્યો હતો.

આ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચે તાહિર હુસૈન અને તેના ભાઈ દ્વારા હથિયારોના ખરીદ-વેચાણને લઈને પણ ઉલ્લેખ કર્યો છે. તાહિરના ભાઈ શાહ આલમે હથિયારના એક વેપારી પાસેથી હથિયારો અને કારતૂસની ખરીદી કરી હતી. જો કે મોટાપાયે ખરીદવામાં આવેલા કારતૂસમાંથી માત્ર 24 કારતૂસ જીવિત મળ્યા છે. જ્યારે બાકી કારતૂસનો હિસાબ તાહિર કે તેનો ભાઈ આપી શક્યા નથી. આ ઉપરાંત તાહિરના ઘરેથી મળેલા પેટ્રોલ બોમ્બ અને પથ્થરને લઈને પણ તમામ મહત્વની વાતો ચાર્જશીટમાં કરવામાં આવી છે.

જણાવી દઈએ કે, દિલ્હી હિંસાના આરોપી પૂર્વ કાઉન્સિલર તાહિર હુસૈન વિરૂદ્ધ એપ્રિલમાં UAPA એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે આ કાર્યવાહી કરતા તાહિર હુસૈનને દિલ્હીના ચાંદબાગમાં ફાટી નીકળેલી હિંસા અને IB ઓફિસર અંકિત હત્યાકાંડમાં આરોપી બનાવ્યો હતો.

કોટક મહિન્દ્રા બેંકની 2.83% હિસ્સેદારી વેચશે ઉદય કોટક!, શેરમાં 5 ટકાની તેજી