Gujarat Exclusive > યુથ > મનોરંજન > તારક મેહતા કા…લૉકડાઉનમાં ‘બાપુજી’ના બુરા હાલ! પત્નીએ કહ્યું- ‘એય જાનૂ ચલ ઝાડૂ માર’

તારક મેહતા કા…લૉકડાઉનમાં ‘બાપુજી’ના બુરા હાલ! પત્નીએ કહ્યું- ‘એય જાનૂ ચલ ઝાડૂ માર’

0
9704

મુંબઈ: સોની સબ ચેનલ પર પ્રસારિત થતી સૌથી લોકપ્રિય કૉમેડી સીરિયલ “તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા”માં ચંપકચાચા ઉર્ફ ‘બાપુજી’ની ભૂમિકા ભજવનારા અભિનેતા અમિત ભટ્ટનો એક વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં અમિત ભટ્ટની પત્ની તેમને ધમકાવતા કચરો વાળવા કહી રહી છે.

જણાવી દઈએ કે, લૉકડાઉનના કારણે દરેક જણ પોત-પોતાના ઘરોમાં કેદ છે, એવામાં સેલેબ્સ પણ પોતાના ઘરેથી જ પોતાના ફની વીડિયો દ્વારા લોકોને મનોરંજન કરી રહ્યાં છે. આ દરમિયાન અમિત ભટ્ટનો તેની પત્ની સાથેના આ ફની વીડિયો અઢળક લાઈક મળી રહી છે.

આ વીડિયોમાં એક્ટર અમિત ભટ્ટ સોફા પર આરામ ફરમાવતા જોવા મળી રહ્યાં છે. જ્યારે તેમની પત્ની કચરો વાળી રહી છે. જેના પર તેમની પત્ની કૃતિ ભટ્ટ કહે છે કે, “એ જાનું ચલ ઝાડૂ માર…”જેની અમિત મનાઈ કરે છે. જો કે પછી કૃતિ તેમને ધમકાવતા કહે છે કે, છેલ્લી વખત કહી રહી છું કે, ઝાડૂ માર… જેના પર અમિત ભટ્ટ કહે છે કે, ઠીક છે, તું કહે છે એટલે કચરો વાળી દઉ છું. જે બાદ અમિત પોતાની પત્ની પાસેથી ઝાડુ લઈ લે છે.

View this post on Instagram

 

Lockdown Time Pass

A post shared by Amit Bhatt (@bhatt9507) on

અમિત ભટ્ટ અને તેમની પત્નીનો આ ફની વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે અને લોકો તેની પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યાં છે.

જણાવી દઈએ કે, દેશમાં 17 મેં સુધી લૉકડાઉન લંબાયું છે. આ વાતની જાહેરાત ગૃહમંત્રાલય દ્વારા શુક્રવારે કરવામાં આવી હતી.

દૂરદર્શન પર વર્લ્ડ રેકોર્ડ સર્જ્યા બાદ હવે આ ચેનલ પર ફરીથી શરૂ થશે ‘રામાયણ’