Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > ‘વિરાટ’ બોલર્સ રિઝવાન-બાબરની જોડી તોડી ન શક્યા, PAK ની ભવ્ય જીતથી ફેન્સ સ્ટેડિયમમાં ઝૂમી ઉઠ્યા

‘વિરાટ’ બોલર્સ રિઝવાન-બાબરની જોડી તોડી ન શક્યા, PAK ની ભવ્ય જીતથી ફેન્સ સ્ટેડિયમમાં ઝૂમી ઉઠ્યા

0
84

ભારત અને પાકિસ્તાન વચ્ચેની પ્રથમ T-20 વલ્ડ કપમાં પાકિસ્તાન એકપણ વિકેટ ગુમાવ્યા વિના સ્કોર ચેઝ કરી ભારતને હરાવ્યું હતું. આઈસીસી ટી20 વિશ્વકપમાં પાકિસ્તાન પ્રથમવાર ભારત સામે જીતવામાં સફળ રહ્યું છે.આ પહેલા બંને ટીમો પાંચ વખત આમને-સામને ટકરાય હતી. પરંતુ ક્યારેય પાકિસ્તાનની ટીમ ભારતને હરાવી શકી નહોતી. પરંતુ આજે પાકિસ્તાને જૂના રેકોર્ડને પાછળ છોડતા ભારતને પરાજય આપ્યો છે.

પાકિસ્તાનને બંને ઓપનર બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાને સારી શરૂઆત અપાવી હતી. બંનેએ પાવરપ્લેમાં વિના વિકેટે 43 રન બનાવ્યા હતા. પાવરપ્લે બાદ પણ બંને ખેલાડીઓએ સ્થિતિ પ્રમાણે બેટિંગ કરી હતી.

ભારતની ઓપનિંગ જોડી ફરી લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર સામે ફ્લોપ રહી હતી. આ ભારતની જૂની સમસ્યા છે. શાહીન શાહ આફ્રિદીએ પ્રથમ ઓવરમાં રોહિત શર્માને શૂન્ય રને આઉટ કરીને પાકિસ્તાનને મજબૂત શરૂઆત અપાવી હતી. ત્યારબાદ ત્રીજી ઓવરમાં આફ્રિદીએ કેએલ રાહુલ (3)ને આઉટ કરીને ભારતને બીજો ઝટકો આપ્યો હતો. સૂર્યકુમાર યાદવ પણ 11 રન બનાવી હસન અલીનો શિકાર બન્યો હતો. ભારતે પાવરપ્લેમાં 3 વિકેટે 36 રન બનાવ્યા હતા.

31 રનમાં ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ વિરાટ કોહલી અને રિષભ પંતે ચોથી વિકેટ માટે 53 રનની ભાગીદારી કરી હતી. રિષભ પંત 30 બોલમાં બે ફોર અને બે સિક્સ સાથે 39 રન બનાવી શાદાબ ખાનની ઓવરમાં આઉટ થયો હતો.

પાકિસ્તાન સામે અત્યાર સુધી ટી20 વિશ્વકપમાં વિરાટ કોહલીએ ત્રણ ઈનિંગ રમી હતી. આ ત્રણેય ઈનિંગમાં કોહલી અણનમ રહ્યો હતો. આજે વિરાટ કોહલીએ 49 બોલમાં 5 ચોગ્ગા અને 1 સિક્સ સાથે 57 રન બનાવ્યા હતા. કોહલી શાહીન આફ્રિદીનો શિકાર બન્યો હતો. આમ કોહલી ટી20 વિશ્વકપમાં પાકિસ્તાન સામે પ્રથમવાર આઉટ થયો હતો.

રવિન્દ્ર જાડેજા 13 રન બનાવી હસન અલીની ઓવરમાં આઉટ થયો હતો. હાર્દિક પંડ્યાએ 8 બોલમાં 11 રન બનાવ્યા હતા. તે હારિસ રાઉફનો શિકાર બન્યો હતો. ભુવનેશ્વર કુમાર 5 રન બનાવી અણનમ રહ્યો હતો.

પાકિસ્તાન તરફથી શાહીન આફ્રિદીએ 4 ઓવરમાં 31 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી. હસન અલીને બે સફળતા મળી હતી. આ સિવાય શાદાબ ખાન અને હારિસ રાઉફે પણ એક-એક વિકેટ ઝડપી હતી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat