Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > T-20 રેન્કિંગ: કોહલી 10માં નંબરે પહોંચ્યા, બુમરાહ ટોપ-10થી બહાર

T-20 રેન્કિંગ: કોહલી 10માં નંબરે પહોંચ્યા, બુમરાહ ટોપ-10થી બહાર

0
414

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી સોમવારે ICC તરફથી જાહેર થયેલી ટી-20 ઈન્ટરનેશનલ રેંકિંગમાં બેટ્સમેનની યાદીમાં 10માં સ્થાને પહોંચી ગયા છે, જ્યારે લોકેશ રાહુલ અને રોહિત શર્મા ક્રમશ: બીજા અને 11માં સ્થાન પર છે.

કોહલી (673 પોઈન્ટ)ને એક સ્થાનનો નુકસાન ઉઠાવવો પડ્યો છે, કારણ કે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ત્રણ મેચોની સીરીઝમાં ઈંગ્લેન્ડની 2-1ની જીત દરમિયાન બે અડધી સદીની મદદથી 136 રન બનાવનાર કેપ્ટન ઈયોન મોર્ગન કુલ 687 પોઈન્ટ સાથે નવમા સ્થાને પહોંચી ગયો છે.

રોહિત શર્મા બેટ્સમેનની રેંકિંગમાં 662 પોઈન્ટ સાથે 11માં સ્થાને છે. પાકિસ્તાનના બાબર આજમ આ યાદીમાં ટોપ પર ચાલી રહ્યા છે. આજમના 879 પોઈન્ટ છે. રાહુલ 823 પોઈન્ટ સાથે બીજા નંબરે છે. બોલરોની યાદીમાં ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ વેસ્ટઈન્ડિઝના ફાસ્ટ બોલર શેલ્ડન જેકશન સાથે સંયુક્ત 12માં સ્થાને પહોંચી ગયો છે.

દક્ષિણ આફ્રિકાના લેફ્ટ હેન્ડ સ્પિનર તબરેજ શમ્સી નવ સ્થાનનો કૂદકો મારી ટોપ 10માં સામેલ થઈ ગયો છે. તે આઠમા સ્થાને પહોંચી ગયો છે. ઈંગ્લેન્ડના સ્પિનર આદિલ રશિદ દક્ષિણ આફ્રિકાના એંડિલ ફેહલુકવાયોને પછાડીને છઠા નંબરે પહોંચી ગયો છે.

સીરીઝમાં પાંચ વિકેટ ઝડપનાર અને બીજા મેચમાં નિર્ણાયક અંતિમ ઓવર નાંખીને ઈંગ્લેન્ડના બે રનની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવનાર ટોમ કરન 28 સ્થાનનો કૂદકો મારી ટોપ 30માં સામેલ થઈ ગયો છે.


બેટ્સમેનોમાં દક્ષિણ આફ્રિકાના ક્વિંટન ડિ કોક 10 સ્થાનના ફાયદા સાથે 16માં જ્યારે તેમના જોડીદાર ટેમ્બા બાવુમા 127 સ્થાનના લાંબા કૂદકા સાથે 52માં સ્થાન પર પહોંચી ગયો છે. બાવુમાએ ત્રણ ઈનિંગમાં 153.75ના સ્ટ્રાઈક રેટથી 123 રન બનાવ્યા હતા. બોલર અને ઓલરાઉન્ડરની યાદીમાં ક્રમશ: રાશિદ ખાન અને મોહમ્મદ નબી ટોપ પર છે.

IPL 2020નો કાર્યક્રમ જાહેર, ધોની-રોહીત વચ્ચે થશે પ્રથમ મુકાબલો