Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > Swiggy અને Zomato કરશે દારૂની હોમ ડિલીવરી, રાંચીથી થઈ શરૂઆત

Swiggy અને Zomato કરશે દારૂની હોમ ડિલીવરી, રાંચીથી થઈ શરૂઆત

0
302

રાંચી: અત્યાર સુધી તમે ઓનલાઈન ખાવા અને અન્ય વસ્તુઓનો ઓર્ડર કરી રહ્યાં હતા, પરંતુ હવે તમે દારૂ પણ ઓનલાઈન ઓર્ડર કરીને ઘરે મંગાવી શકો છો. હકીકતમાં ભોજનની હોમ ડિલીવરી કરનારી કંપની Zomato અને Swiggy હવેથી દારૂની પણ હોમ ડિલીવરી કરશે.

આ અંગે ગુરૂવારે બન્ને કંપનીઓ તરફથી કહેવામાં આવ્યું કે, ઝારખંડમાં આલ્કોહોલની હોમ ડિલીવરીની મંજૂરી મળી ગઈ છે. Swiggy કંપની તરફથી કહેવામાં આવ્યું છે કે, હવે રાંચીમાં રહેનારા લોકો સ્વિગી એપને અપડેટ કરીને ‘વાઈન શૉપ્સ’ સેક્શનમાં જઈને ઘરે જ દારૂ મંગાવી શકશો. આ સેવા એક અઠવાડિયાની અંદર અન્ય મુખ્ય શહેરોમાં પણ શરૂ થઈ જશે.

દારૂના વેચાણ પર રાજ્ય સરકારે ટેક્સ વધાર્યો
કોરોના વાઈરસના સંક્રમણને ફેલાતુ રોકવા માટે લાગૂ રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનના ચોથા તબક્કામાં કેટલીક છૂટછાટ મળ્યા બાદ રાજ્યમાં બુધવારથી દારૂની દુકાનો ફરીથી ખોલવામાં આવી છે. ઝારખંડ સરકારે દારૂની કિંમત પર 25 ટકા ટેક્સ વધારી દીધો છે. આમ છતાં દારૂની દુકાનો બહાર લોકોની લાંબી લાઈનો લાગી ગઈ ગતી. હાલ આ સેવા માતેર રાજધાની રાંચીમાં જ ઉપલબ્ધ થશે.

દારૂની હોમ ડિલીવરી માટે અનેક રાજ્યો સાથે વાતચીત
બીજી તરફ Zomatoના પ્રવક્તાએ જણાવ્યું કે, રાજ્ય સરકાર પાસેથી મંજૂરી અને લાઈસન્સ મળ્યા બાદ દારૂની હોમ ડિલીવરી શરૂ કરવામાં આવી રહી છે. જેનાથી સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન પણ થશે અને ટેક્નોલૉજી મારફતે આ એક શ્રેષ્ઠ વિકલ્પ છે.

ક્યાં નિયમ રહેશે ફરજિયાત
Swiggyએ જણાવ્યું કે, દારૂની સુરક્ષિત ડિલીવરી નક્કી કરવા અને રાજ્યના કાયદાઓનું પાલન કરવા માટે કંપનીએ ફરજિયાત ગ્રાહકોની વયની ચકાસણી માટે કેટલાક નિયમો લાગૂ કર્યા છે. જેમાં ગ્રાહકોને ઓર્ડર કરતા સમયે પોતાના કાયદેસરના સરકારી આઈડીની એક કોપી અપલોડ કરવાની રહેશે. જે બાદ તેની ઉંમરની ખારાઈ કરવામાં આવશે. આ સિવાય ગ્રાબકો પોતાની સેલ્ફી પણ અપલોડ કરવાની રહેશે, જેથી સરખામણી કરવામાં આવી શકે. ઓર્ડરને ડિલીવર કરતા સમયે ગ્રાહકને વન ટાઈમ પાસવર્ડ નાંખવાનો રહેશે.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

જમ્મુમાં ‘જામ હૈ, તો જહાન હૈ..!’ 58 દિવસો બાદ ખુલેલી દારૂની દુકાનો બહાર લાગી લાંબી લાઈનો