Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > પોલીસને સ્વીટી પટેલના હાથનું બ્રેસ્લેટ,મંગળસૂત્ર અને 5 દાંત મળ્યા

પોલીસને સ્વીટી પટેલના હાથનું બ્રેસ્લેટ,મંગળસૂત્ર અને 5 દાંત મળ્યા

0
127

સ્વીટી પટેલ હત્યા કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે વધુ એક ખુલાસો કર્યો છે. જેમાં મૃતક સ્વીટી પટેલની 43 અસ્થિઓ,બળેલું મંગળસુત્ર અને 5 દાંત પણ મળી આવ્યા છે. જેને ક્રાઈમ બ્રાન્ચે તપાસ માટે FSL મોકલી આપ્યા છે.

સ્વીટી પટેલ હત્યા કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવતા ઘણા રહસ્ય પરથી પરદાઓ ઉઠી રહ્યા છે. આરોપી પીઆઈ અજય દેસાઈની ધરપકડ કરવામાં આવી છે અને તેનો ATS અને પોલિગ્રાફ રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. જે સ્થળ પર સ્વીટી પટેલને બાળીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી તે સ્થળ પરથી ક્રાઈમ બ્રાન્ચને તપાસ દરમિયાન સ્વીટી પટેલનું બળેલુ મંગળસુત્ર, વીંટી, બ્રેસલેટ અને 5 દાંત મળી આવ્યા છે. ત્યારે સ્વીટીના મૃતદેહને સળગાવવા માટે જેની પાસેથી ઘી મંગાવવામાં આવ્યું હતુ, તે શખ્સનું પણ નિવેદન લીધુ હતું.

ગત 5 જૂનના રોજ સ્વીટી પટેલ ગુમ થઈ હતી તેવા પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા અને તેની શોધખોળ પણ હાથ ધરવામાં આવી હતી. આરોપી પતિ અજય દેસાઈએ તે પહેલા જ તેની સાથે ગેરવર્તન પણ કર્યું હતું અને આવેશમાં આવીને સ્વીટી પટેલનું ગળું દબાવીને તેને મોતને ઘાટ ઉતારી દીદી હતી. જે બાદ અજય દેસાઈએ કરજણમાં રહેતા પોતાના મિત્ર કિરીટસિંહ જાડેજાની મદદથી અટાલી ગામ પાટિયા પાસે આવેલી હોટલની પાછળના અવાવરુ ભાગમાં સ્વીટીના મૃતદેહને સળગાવી નાંખ્યો હતો.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat