Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > વિશ્વવલ્લભ સ્વામી સામે કડક કાર્યવાહી માટે દલિતોએ DGP શિવાનંદ ઝાને કરી માંગ

વિશ્વવલ્લભ સ્વામી સામે કડક કાર્યવાહી માટે દલિતોએ DGP શિવાનંદ ઝાને કરી માંગ

0
19955

ગાંધીનગર: સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી વિશ્વવલ્લભદાસ દ્વારા દલિત સમુદાય પર કરવામાં આવેલી ટિપ્પણી બાદ દલિત સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ અંગે દલિત સમાજ દ્વારા રાજયમાં 10 જેટલી જગ્યાઓએ સ્વામી વિરૂદ્ધ FIR દાખલ કરવા માટે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં, પોલીસ દ્વારા ફરિયાદ દાખલ ન કરવામાં આવતા આજે દલિત સંગઠનો અને કાર્યકર્તાઓ DGP ઓફિસ ગાંધીનગર ખાતે રજૂઆત કરવા આવી પહોંચ્યા હતા.

આ દલિત સમાજના આગેવાનોએ સ્વામિનારાયણના સ્વામી વિશ્વવલ્લભદાસ વિરૂદ્ધ એટ્રોસિટી એકટ, IT એકટ અને IPC હેઠળ ફરિયાદ દાખલ કરવાની માંગ કરી છે. DGP ઓફિસ ખાતે આવેલા દલિત આગેવાનો એ જણાવ્યું કે, આ અમારી છેલ્લી રજૂઆત હશે. આમ છત્તા જો પોલીસ ફરિયાદ દાખલ નહી કરે અને કાયદેસરની કાર્યવાહી નહી કરે, તો આગામી સમયમાં ઉગ્ર કાર્યક્રમો આપવાની ચીમકી ઉચ્ચારી છે.

જણાવી દઈએ કે, સ્વામીનારાયણ સંપ્રદાયના વિશ્વવલ્લભદાસ સ્વામીની દલિત સમાજ પર કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણી મુદ્દે 10 જેટલી જગ્યાએ દલિત સમુદાય દ્વારા સ્વામી વિરૂદ્ધ FIR દાખલ કરવા લેખિતમાં અને સમૂહમાં પુરાવા સાથે રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ ગુજરાત પોલીસે ફરિયાદ દાખલ નથી કરી.

દલિત સમાજ ટિપ્પણી મામલો: સ્વામી વિશ્વવલ્લભદાસ સામે અરજીઓ લેવાનું કેમ ટાળી રહી પોલીસ, FIR કેમ નહીં?