Gujarat Exclusive > ગુજરાત > સ્વામિનારાયણ મંદિર-લોયાધામ પરિવાર દ્વારા રામ જન્મભૂમિને 11 લાખનો ચેક અર્પણ

સ્વામિનારાયણ મંદિર-લોયાધામ પરિવાર દ્વારા રામ જન્મભૂમિને 11 લાખનો ચેક અર્પણ

0
86

સ્વામિનારાયણ મંદિર- લોયાધામ પરિવાર દ્વારા રામ જન્મભૂમિને 11 લાખનો ચેક આપવામાં આવ્યો હતો.

શ્રી સ્વામિનારાયણ મંદિર – લોયાધામ પરિવાર દ્વારા રામજન્મભૂમિ ખાતે નિર્માણ પામવા જઈ રહેલ મર્યાદા પુરુષોત્તમશ્રી ભગવાન રામના ભવ્ય મંદિરના નિર્માણ માટે પરમ પૂજય સદગુરુ શાસ્ત્રીજી સ્વામીશ્રી ઘનશ્યામપ્રકાશદાસજીની પ્રેરણાથી રૂપિયા અગિયાર લાખનો ચેક નિધિ સમર્પણ માટે અર્પણ કરવામા આવ્યો હતો. આ પ્રસંગે લોયાધામ પરિવાર ઇન્ડિયા-યુએસએ-કેનેડા-યુકે વતિ સ્વામી શ્રી વિજ્ઞાનસ્વરૂપદાસજી તથા સંસ્થાના સંતોએ વિશ્વહિન્દુ પરિષદ ના આગેવાનોને આ નિધિ સમર્પણનો ચેક અર્પણ કર્યા હતો.

આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના ક્ષેત્રીય પ્રાંત સંગઠન મહામંત્રી શ્રી અશોકભાઈ રાવલ, પ્રાંત સંગઠન મંત્રી શ્રી રાજેશભાઇ પટેલ, નિધિ સમર્પણ કમિટીના સભ્ય શ્રી શશીકાંતભાઈ સોની, વિદ્યાભારતીના શ્રી વિજયભાઈ તથા વિહિપ અને સંઘના વિવિધ સંગઠનના પદાધિકારીઓ ઉપરાંત જાણીતા લોકગાયક શ્રી અભેસિંહ રાઠોડ તથા શ્રી શૈલેષભાઈ સાવલિયા-અમદાવાદ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા !!! આ પ્રસંગે ખાસ ઉપસ્થિત કરજણના પૂર્વ ધારાસભ્ય શ્રી સતિષભાઈ નિશાળીયા એ પણ રામમંદિર માટે રૂપિયા પચ્ચીસ હજાર નિધિ સમર્પણમાં અર્પણ કર્યા હતા.

 

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat