Gujarat Exclusive > દેશ-વિદેશ > ભાજપ નેતાનો જ ટોણોઃ અમિત શાહના પુત્ર પર આંગળી ચિંધી ત્યારે IPL રદ કરાઇ

ભાજપ નેતાનો જ ટોણોઃ અમિત શાહના પુત્ર પર આંગળી ચિંધી ત્યારે IPL રદ કરાઇ

0
230

ભાજપના આ નેતા હંમેશા મોદી સરકાર અને તેમની નીતિઓ પર નિશાન સાધતા રહે છે

નવી દિલ્હીઃ કોરોનાને કારણે આખરે IPL અચોક્કસ મુદ્દત માટે સ્થગિત થઇ ગઇ છે. પરંતુ ભાજપના જ બડબોલા સાંસદે આ અંગે ટોણો માર્યો (Swami Taunts Shah)કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પુત્ર અને BCCIના સેક્રેટરી જય શાહ સામે આંગળી ચિંધાઇ ત્યારે આઇપીએલ રદ કરવામાં આવી છે.

ઇન્ડિયન પ્રિમીયર લીગ (IPL)ની 14મી સીઝન કોરોના મહામારીની ભેટ ચઢી ગઇ. એવું કહેવાય છે કે બાયો બબલના સખત અમલ છતાં ખેલાડીઓ સંક્રમિત થવા લાગતા ટૂર્નામેન્ટને અચોક્કસ મુદ્દત માટે સ્થિગિત કરાઇ છે. હવે આ મામલે ભાજપના ટીકાકાર સાંસદ સુભ્રમણ્યમ સ્વામીએ ગૃહમંત્રીના પુત્ર જય શાહ સામે ટોણો માર્યો છે.

આ પણ વાંચોઃ શરમજનકઃ અમદાવાદમાં IPL ક્રિકેટરોના કાફલા માટે એમ્બ્યુલન્સને અટકાવાઇ

એક ટ્વીટર હેન્ડલરે શેર કર્યું…

વાસ્તવમાં એક ટ્વીટર હેન્ડલરે આઇપીએલ રદ થવાના ન્યૂઝને શેર કરતા ટ્વીટ કરી છે કે સુભ્રમણ્યમ સ્વામીની સલાહ પછી જ બીસીસીઆઇએ કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખી IPL 2021ને રદ કરી દીધું.

આ ટ્વીટના જવાબમાં સુભ્રમણ્યમ સ્વામીએ (Swami Taunts Shah)લખ્યું કે આ ત્યારે થયું, જ્યારે મેં કહ્યું હતું કે અમિત શાહનો પુત્ર બીસીસીઆઇનું નેતૃત્વ કરી રહ્યો છે. તેથી તને કોરોના સંક્રમણ વધવાના સાચા રિપોર્ટસ મળી રહ્યા હશે.

સ્વામી ચૂંટણી અંગે પણ ભાજપને ટાર્ગેટ કરી ચૂક્યા છે

નોંધનીય છે કે સુભ્રમણ્યમ સ્વામી છેલ્લા કેટલાક સમયથી ભાજપ પર નિશાન સાધી રહ્યા છે. તેમણે તાજેતરમાં પક્ષની બંગાળમાં થયેલી હાર અંગે પણ વ્યંગ કર્યું હતું. તેમણે પૂછ્યું હતું કે શું યુપી પંચાયત ચૂંટણીના પરીણામ આવી ગયા? તેમનું કહેવું હતું કે મીડિયાનું મૌન વિચિત્ર લાગી રહ્યું છે.

કોરોના અંગે પણ સ્વામી મોદી સરકારને સતત ઘેરતા રહ્યા છે. તાજેતરમાં સ્વામીએ જણાવ્યું હતું કે ગત વર્ષે સ્ટેન્ડિંગ કમિટિ ફોર હેલ્થે ચેતવણી આપી હતી કે ઓક્સિજન સિલિન્ડર અને તેની સપ્લાયની ભારે અછત છે. છતાં સરકારે તેની કોઇ પરવા કરી નહીં.

આ પણ વાંચોઃ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL મેચમાં સટ્ટો રમાડવા લઇ જનાર IBનો PSI ઝડપાયો

મંગળવારે ક્રિકેટ બોર્ડ ટૂર્નામેન્ટ રદ કરી

છેલ્લા એક મહિનાથી જ કોરોનાના કેસો વધવા માંડ્યા અને તેની વચ્ચે આઇપીએલ ચાલુ રહેતા બીસીસીઆઇ અને સરકાર સામે આંગળી ચિંધાઇ હતી. પરંતુ બાયો બબલ (સુરક્ષિત વાતાવર) છતાં ખેલાડીઓ અને ટીમ સ્ટાફ સંક્રમિત થવા માંડતા આખરે ક્રિકેટ બોર્ડે ગઇ કાલે મંગળવારે ટૂર્નામેન્ટની અચોક્કસ મુદ્દત માટે સસ્પેન્ડ કરી દીધી.જેનું ફ્રેન્ચાઇઝીસે પણ સ્વાગત કર્યું છે. હવે વિદેશી ખેલાડીઓ સ્વદેશ પરત થવા બોર્ડની કાર્વાહીની રાહ જોઇ રહ્યા છે. Swami Taunts Shah

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat