Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > VIDEO: SVPમાં રક્તદાતાને એક્સપાયરી ડેટના પારલે-જી બિસ્કિટ અપાયા

VIDEO: SVPમાં રક્તદાતાને એક્સપાયરી ડેટના પારલે-જી બિસ્કિટ અપાયા

0
241
  • દાતાએ ધ્યાન દોરતા સત્તાવાળાઓએ ગંભીર બેદરકારી છુપાવવા સ્ટોકનો નિકાલ કર્યો
  • એસવીપીમાં અગાઉ કેટલાય રક્તદાતાઓને આ પ્રકારના વાસી બિસ્કિટ અપાયા હશે

અમદાવાદઃ કોઈને મદદ કરવી સારી બાબત છે, પરંતુ ઘણી વખત તેમ કરવા જતા ઉલમાથી ચૂલમાં પડવાનો અનુભવ પણ થાય છે. રામોલમાં રહેતા વસીમભાઈ તૈયબભાઈ ચૌહાણને ગયા શુક્રવારે કોવિડની ટ્રીટમેન્ટમાં સારી નામના મેળવનાર SVP હોસ્પિટલમાં આ પ્રકારનો કડવો અનુભવ થયો હતો.

બિસ્કિટ એક્સપાયરી ડેટના હોવાની ખબર કેવી રીતે પડી

તેમણે તેમના સગા માટે બ્લડ આપ્યા બાદ હોસ્પિટલમાંથી ફ્રુટી, વેફર્સ અને પારલે-જી બિસ્કીટ આપવામાં આવ્યા હતા.આ બિસ્કિટ (Bicuit)માં ખરાબી લાગતા તેઓએ પેકેટ પરની મેન્યુફેક્ચરિંગ ડેટ (Manufacturing date) ચેક કરતા બિસ્કિટની એક્સપાયરી ડેટ (Expiry date) વીતી ગઈ હોવાનું માલૂમ પડ્યુ હતુ.

આમ હોસ્પિટલના બ્લડ બેન્કના સત્તાવાળોની ગંભીર બેદરકારી આ મોરચે છતી થઈ છે. આ અંગે બ્લડબેન્કના સ્ટાફનું ધ્યાન દોરતા તેઓએ આ બિસ્કિટનો જથ્થો સગેવગે કરી દીધો હતો. જોકે દાતાએ એક પેકેટનો વિડીયો તૈયાર કર્યો હતો.

ઓગસ્ટમાં પૂરી થયેલી એક્સ્પાયરીવાળા બિસ્કિટ આપ્યા

સમગ્ર ઘટના એ પ્રકારની છે કે રામોલ વિસ્તારમાં ખાનવાડી ખાતે રહેતા વસીમભાઈ તૈયબભાઈ ચૌહાણ તેમના સગાને લોહીની જરૂરિયાત ઉભી થતાં બ્લડ આપવા ગયા હતા. એસવીપી હોસ્પિટલના 10માં મળે આવેલી બ્લડ બેંકમાં તેઓએ ગત ગુરુવારે રક્તદાન કર્યું હતું. બ્લડ આપ્યા બાદ દાતાને કોઈ તકલીફ ના થાય તે હેતુથી હળવો નાસ્તો અને ગ્લુકોઝવાળી વસ્તુઓ આપવામાં આવે છે.

આ પણ વાંચો: અમરેલીથી અમેરિકાઃ હોલિવૂડના ડિરેક્ટર પાન નલીનનું ગુજરાતી કનેક્શન

વસીમભાઈએ હોસ્પિટલમાંથી મળેલા પારલે-જી બિસ્કિટનું પેકેટ ખોલીને બિસ્કીટનો એક પીસ ખાધો હતો. બિસ્કિટ હવાઈ ગયેલું તેમજ ટેસ્ટમાં ફેર લાગ્યો હતો. આથી તૈયબભાઈએ બિસ્કિટની મેન્યુફેક્ચરિંગ ડેટ ચેક કરી હતી. જેમાં મેન્યુફેક્ચર ડેટ ફેબ્રુઆરી,2020 લખેલ અને પાંચ માસમાં ઉપયોગ કરી લેવો તેવું અંગ્રેજીમાં લખ્યું છે. વસીમભાઈએ સપ્ટેમ્બર માસમાં રક્તદાન કર્યું જ્યારે બિસ્કિટની એક્સ્પાયરી ડેટ ઓગસ્ટમાં જ પૂરી થઈ ગઈ હતી.

હોસ્પિટલના જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા વસીમભાઈની માંગ

આ બાબતે બ્લડબેન્કના સ્ટાફનું ધ્યાન દોરતા તેઓએ પોતાની ભૂલ સ્વીકારવાની તસ્દી ના લીધી કે ગંભીર બેદરકારી અંગે માફી પણ માંગી ન હતી. પોતાની બેદરકારી ઢાંકવા બિસ્કીટના જથ્થાનો નાશ કરી દીધો હતો. આમ આવા કેટલાય દાતાઓ એસવીપી હોસ્પિટલમાં છેલ્લા માસમાં રક્તદાન કરી ચુક્યા હશે તે તમામને એક્સપાયરી ડેટના બિસ્કીટ આપવામાં આવ્યા તે સવાલ છે. હોસ્પિટલની આ ગંભીર બેદરકારી અંગે જવાબદારો સામે પગલાં લેવા જોઈએ તેવું ભોગ બનનારનું કહેવું છે.

વસીમભાઈએ જણાવ્યું હતું કે, મે બિસ્કીટના પેકેટનો વીડિયો બનાવ્યો છે. બિસ્કીટ સપ્લાય કરતા અને ખરીદી કરતા વ્યક્તિઓ સામે હોસ્પિટલના અધિકારીઓએ કાર્યવાહી કરવી જોઈએ જેથી ફરીવાર આવા કૌભાંડ ના થાય.