Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > સરખા નામ હોવાને કારણે SVP હોસ્પિટલમાં પોઝિટિવ દર્દીને ડિસ્ચાર્જ કર્યા અને નેગેટિવને હોસ્પિટલમાં એડમિટ

સરખા નામ હોવાને કારણે SVP હોસ્પિટલમાં પોઝિટિવ દર્દીને ડિસ્ચાર્જ કર્યા અને નેગેટિવને હોસ્પિટલમાં એડમિટ

0
678

અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના વધી રહેલા કેસને લઈ તંત્રમાં ચિંતા જોવા મળી રહી છે. તમામ ડોક્ટરો ખડપગે પોતાની ફરજ નિભાવી રહ્યા છે. ત્યારે આજ રોજ અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં એક અનોખી ઘટના સામે આવી હતી. જેમાં બે સમાન નામ ધરાવતા કોરોના દર્દીમાંથી એકનો રિપોર્ટ નેગેટિવ આવતા પોઝિટિવ વાળા દર્દીને રજા આપતા હોસ્પિટલ તંત્ર હરકતમાં જોવા મળ્યું હતું.

અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં એક અનોખી ઘટના સામે આવી હતી. જેમાં બે સમાન નામ ધરાવતા કોરોના દર્દીમાંથી એકનો રિપોર્ટ નેગેટિવ આવતા પોઝિટિવ વાળા દર્દીને રજા આપતા હોસ્પિટલ તંત્ર હરકતમાં જોવા મળ્યું હતું. હાટકેશ્વર વિસ્તારમાં રહેતા અસરાની પરિવારના મોભીને 21 મેના રોજ SVP હોસ્પિટલે પહેલાં કોરોના રિપોર્ટ નેગેટિવ હોવાનું કહી ઘરે મોકલી દીધા હતાં. 8 કલાક બાદ મોડી રાતે ફોન કરી અને કહેવામાં ભૂલ થઈ હતી, તમારો પોઝિટિવ રીપોર્ટ આવ્યો છે કહી અને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. આ મામલે વિવાદ વધતાં એસવીપી હોસ્પિટલ દ્વારા માફી માગવામાં આવી હતી.

આ મામલે અસરાની પરિવારના મોભીના પુત્ર હર્ષ અસરાનીએ ગંભીર આરોપ લગાવતાં કહ્યું કે, કોર્પોરેશન અને SVP હોસ્પિટલની બેદરકારીના કારણે પોતાનો આખો પરિવાર કોરોના પોઝિટિવ થયો છે. હર્ષ અસરાનીએ કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો. પણ આ મામલે તંત્ર દ્વારા હર્ષને કોઈ માહિતી આપવામાં આવી ન હતી. હર્ષ દ્વારા સતત ફોન કરવામાં આવ્યા બાદ તેને કોરોના પોઝિટિવ હોવાનું જણાવવામાં આવ્યું હતું. પણ ત્યાં સુધી હર્ષનો ચેપ તેની પત્ની અને માતા-પિતાને લાગી ગયો હતો. અને તેઓ પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા.

જયારે આ તમામ ઘટનાની જાણ એસવીપી હોસ્પિટલના મેનેજમેન્ટને થતા તેઓએ તાત્કાલિક મીટીગનું આયોજન કર્યું હતું અને ચોક્સાઈપૂર્વક કામગીરી કરવા માટે સૂચના આપી હતી. કોવિડ-19ની મહામારી જયારથી શરુ થઈ ત્યારથી હોસ્પિટલ ખાતે 4131 જેટલા દર્દીઓને સારવાર આપવામાં આવી છે. જે પૈકી સમાન નામ હોવાના કારણે આ પ્રકારની ક્ષતી માટે એસવીપીના મેનેજમેન્ટએ દિલગીરી વ્યકત કરી હતી.

દાઉદના ખાસ શરીફ ખાનના સાગરીતની ગુજરાત ATSએ કરી ધરપકડ