લંડન: નોબેલ એવોર્ડની જાહેરાત થઇ ગઇ છે. સોમવારે ફિઝિયોલૉજી/મેડિસિનના નોબેલ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે, જે આ વખતે સ્વીડનના વૈજ્ઞાનિક સ્વાંતે પાબોને આપવામાં આવ્યો છે, તેમણે માનવ વિકાસના જીનોમને લઇને શોધ કરી હતી, તે બાદ તેમણે આ પ્રતિષ્ઠિત એવોર્ડથી સમ્માનિત કરવામાં આવી રહ્યા છે. ડીએનએને લઇને કરવામાં આવેલા રિસર્ચના ક્ષેત્રમાં સ્વાંતે પાબો ચર્ચિત નામ છે. હવે નોબેલ એવોર્ડના નામની જાહેરાત બાદ તેમની ચર્ચા કરવામાં આવી રહી છે.
Advertisement
Advertisement
નોબેલ એવોર્ડ કેમ આપવામાં આવ્યો?
સ્વાંતે પાબોને આ એવોર્ડ લુપ્ત હોમિનિન અને માનવ ઉત્ક્રાંતિના જીનોમ સબંધિત શોધ માટે આપવામાં આવ્યો છે. નોબેલ એવોર્ડ વિજેતા સ્વાંતે પાબોએ શોધી કાઢ્યું હતું કે હોમો સેપિયન્સમાંથી જનીન આજે લુપ્ત થઇ ગયેલા હોમિનિન્સમાં સ્થનાંતરિત થયું હતું. જનીનોનો આ પ્રાચીન પ્રવાહ આજના મનુષ્યો માટે શારીરિક સુસંગતતા ધરાવે છે. આ જ રીતે આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ કોઇ પણ ચેપ સામે પ્રતિક્રિયા આપે છે.
આ સાથે તેમણે ડેનિસોવા નામના લુપ્ત હોમિનિનની સનસનાટીભરી શોધ પણ કરી હતી, જે સંપૂર્ણપણે નાની આંગળીના હાડકાના નમૂનામાંથી મેળવેલા જીનોમ ડેટામાંથી લેવામાં આવી હતી.
કોણ છે સ્વાંતે પાબો?
સ્વાંતે પાબો સ્વીડનના સ્ટૉકહોમના રહેવાસી છે, તેમના પિતા સુન બર્જસ્ટ્રોમ પણ બાયોકેમિસ્ટ હતા અને ખાસ વાત આ છે કે તેમણે પણ વર્ષ 1982માં નોબેલ એવોર્ડ મળ્યો હતો. પાબોએ 1986માં ઉપસેલા યૂનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો હતો, તેમણે પીએચડી સમયે આ રિસર્ચ કરી હતી કે એડેનો વાયરસનો E19 પ્રોટીન ઇમ્યૂન સિસ્ટમને કેવી રીતે નિયંત્રિત કરે છે.
આ સાથે જ પાબોએ ડીએનએને લઇને ઘણુ કામ કર્યુ છે, તેમણે પેલીઓજિનેટિક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે.
Advertisement