Gujarat Exclusive > યુથ > ઓટો-ટેક > સૂઝૂકીએ લોન્ચ કરી Burgman Streetનું BS-VI વર્ઝન, કિંમતમાં થયો વધારો

સૂઝૂકીએ લોન્ચ કરી Burgman Streetનું BS-VI વર્ઝન, કિંમતમાં થયો વધારો

0
480

સુઝુકી મોટરસાયકલ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ (SMIPL)એ પોતાના મેક્સીસ્કૂટર Burgman Streetના BS-VI વર્જન લોન્ચ કર્યું છે. તેની એક્સ શોરૂમ કિંમત 77,900 રૂપિયા રાખવામાં આવી છે. SMIPLના મેનેજિંગ ડાયરેક્ટર કોઈચિરો હિરાઓએ કહ્યું કે, કંપની ભારતમાં 125cc સ્કૂટર સેગમેન્ટમાં અગ્રણી છે અને અમે Burgman Street સાથે સફળતાપૂર્વક એડવાન્સ્ડ પ્રીમિયમ રાઈડિંગના એક કેટેગરી ક્રિએટ કરી છે.

Burgman Street 125cc સ્કૂટર છે. કંપનીના નિવેદનમાં કહ્યું હતું કે, નવી Burgman Streetમાં ફ્યૂલ એન્જેક્શન ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે. સાથે એન્ટીગ્રેટેડ એન્જિન સ્ટાર્ટ અને કિલ સ્વિચ પણ આપવામાં આવ્યું છે જેથી ઓછા એમિશન્સ પર પણ સારી રાઈડિંગનો અનુભવ મળી શકે છે.

એન્જિન તથા અન્ય ફીચર્સ
Burgman Streetમા ઓલ એલ્યુમીનિયમ 4 સ્ટ્રોક સિંગલ સિલિન્ડર 124cc એન્જિન છે. આ 8.7ps પાવર જનરેટ કરે છે. જોકે, અપગ્રેડેડ વર્જનમાં ટાર્ક 10.2Nmથી ઘટીને 10Nm રહ્યું છે. સ્કૂટર લોન્ગ સીટ અને ફ્લેક્સીબિલ ફુટ પોજિશનની સાથે મળે છે. તેમા DC સોકેટની સાથે એક સિક્યોર્ડ તથા ફન્ક્શનલ ફ્રન્ટ ગ્લવ બોક્સ આપવામાં આવ્યું છે.

Burgman Streetમાં એક નવા મેટેલિક મેટ Bordeaux રેડ કલર ઓપ્શન પણ જોડવામાં આવ્યું છે. સ્કૂટર ત્રણ કલર સાથે મેટેલિક મેટ ફાઈબ્રોઈડ ગ્રે,પર્લ મિરાજ વ્હાઈટ અને મેટેલિંક મેટ બ્લેક નંબર 2માં ઉપલબ્ધ છે.

રસ્તા પર ચાલતા-ચાલતા જ ચાર્જ થઇ જશે કાર, આવી રહી છે નવી ટેકનોલોજી