Gujarat Exclusive > રાજનીતિ > મમતા બેનરજીની TMCને મોટો ફટકો, શુભેંદુ અધિકારીએ મંત્રી પદેથી રાજીનામું આપ્યુ

મમતા બેનરજીની TMCને મોટો ફટકો, શુભેંદુ અધિકારીએ મંત્રી પદેથી રાજીનામું આપ્યુ

0
121

કોલકાતા: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા મમતા સરકારને મોટો ફટકો પડ્યો છે. મુખ્યમંત્રી મમતા બેનરજીના ખાસ તૃણમૂલ કોંગ્રેસના તાકાતવર નેતા શુભેંદુ અધિકારીએ પરિવહન મંત્રી પદેથી રાજીનામું આપી દીધુ છે, તેનાથી ટીએમસી સાથે તેમના બળવાની અટકળોને બળ મળ્યુ છે. શુભેંદુ અધિકારીએ એક દિવસ પહેલા હુગલી રિવર બ્રિજ કમીશનના ચેરમેન પદેથી રાજીનામું આપ્યુ હતું. જોકે, હજુ સુધી તેમણે પાર્ટીમાંથી રાજીનામું નથી આપ્યુ.Suvendu Adhikari resigns

શુભેંદુએ એવા સમયે હુગલી રિવર બ્રિજ કમીશનના ચેરમેન પદ અને મંત્રી પદેથી રાજીનામું આપ્યુ છે જ્યારે તેમની પાર્ટી બદલવાની અટકળો લાગી રહી છે. મમતા બેનરજીના સૌથી નજીક ગણાતા દિગ્ગજ ટીએમસી નેતા શુભેંદુ અધિકારી આશરે 30થી 40 બેઠકો પર સારો પ્રભાવ ધરાવે છે. છેલ્લા કેટલાક સમયથી ચર્ચા હતી કે પૂર્વી મિદનાપુર જિલ્લામાંથી આવતા શુભેંદુ અધિકારી ટીએમસીથી નારાજ છે અને એવામાં તે પાર્ટી છોડી ભાજપમાં સામેલ થઇ શકે છે. શુભેંદુએ હજુ સુધી પોતાનું રાજકીય પત્તુ ખોલ્યુ નથી પણ તેમણે બે પદ પરથી રાજીનામું આપી સંકેત આપી દીધા છે કે તે હવે ટીએમસીમાં ટકવાના નથી.  Suvendu Adhikari resigns

શુભેંદુ અધિકારીની મમતા બેનરજી સાથે બળવાની તસવીર તે સમયે સામે આવી જ્યારે ગુરૂવારે ટ્રાન્સપોર્ટ મંત્રી શુભેંદુએ પૂર્વ મિદનાપુરના નંદીગ્રામની એક રેલીને સંબોધિત કરી હતી, જ્યા આજથી 13 વર્ષ પહેલા પાર્ટી કાર્યકર્તાની હત્યા કરવામાં આવી હતી. તેની યાદમાં યોજાયેલા કાર્યક્રમમાં નંદીગ્રામમાં શુભેંદુએ સભાને સંબોધિત કરી હતી. આ નંદીગ્રામની ઘટનાએ મમતા બેનરજીને બંગાળની ખુરશી સુધી પહોચાડી હતી, તે રેલીમાં શુભેંદુએ કહ્યુ હતું કે પત્રકાર અને રાજકીય નીરિક્ષક મારા રાજકીય કાર્યક્રમની જાહેરાત કરવા માટે મારી રાહ જોઇ રહ્યા છે. તે મને તે અડચણ વિશે વાત કરતા સાંભળવા માંગે છે જે હું ઝેલી રહ્યો છું અને જે રસ્તો હું લેવા જઇ રહ્યો છું. હું આ પવિત્ર સ્ટેજ પરથી પોતાના રાજકીય કાર્યક્રમની જાહેરાત નહી કરૂ.  Suvendu Adhikari resigns

આ પણ વાંચો: દિલ્હી પોલીસની 9 સ્ટેડિયમોને અસ્થાયી જેલમાં પરિવર્તીત કરવાની માંગ કેજરીવાલે નકારી

શુભેંદુ બંગાળમાં તાકાતવર રાજકીય પરિવારમાંથી આવે છે, તેમનો પ્રભાવ માત્ર તેમના વિસ્તાર પર જ નથી પણ પૂર્વી મિદનાપુર સિવાય આસપાસના જિલ્લામાં પણ તેમનો રાજકીય દબદબો છે. રાજકીય પંડિતોની માનીએ તો શુભેંદુ અધિકારી મમતા બેનરજીના ભત્રીજા અને લોકસભા સાંસદ અભિષેક બેનરજીથી નારાજ હતા. આ સિવાય જે રીતે પ્રશાંત કિશોરે બંગાળમાં સંગઠનાત્મક બદલાવ કર્યો છે, તેનાથી પણ તે નારાજ છે.સાથે જ શુભેંદુ અધિકારી ઇચ્છે છે કે પાર્ટી કેટલાક જિલ્લાની 65 વિધાનસભા બેઠકો પર તેમની પસંદના ઉમેદવારોને મેદાનમાં ઉતારે.  Suvendu Adhikari resigns

બે વખત સાંસદ રહી ચુકેલા શુભેંદુ અધિકારીનો પરિવાર રાજકીય રીતે ઘણો મજબૂત છે. પૂર્વી મિદનાપુરને ક્યારેક ડાબેરીનો ગઢ માનવામાં આવતુ હતું પરંતુ શુભેંદુએ પોતાની રણનીતિથી છેલ્લા કેટલાક સમયમાં તેને ટીએમસીનો ગઢ બનાવી દીધો છે. જો તે ટીએમસીમાંથી બહાર થાય છે તો મમતા બેનરજીને ઘણુ નુકસાન થઇ શકે છે. આ કારણે જ પાર્ટી તેમણે મનાવવામાં જોડાયેલી છે. શુભેંદુ અધિકારીના ભાઇ દિવ્યેંદુ તમલુકથી લોકસભા સભ્ય છે, જ્યારે ત્રણ ભાઇ-બહેનોમાં સૌથી નાના સૌમેંદુ કાંથી નગરપાલિકાના અધ્યક્ષ છે, તેમના પિતા સિસિર અધિકારી ટીએમસીના સૌથી સીનિયર લોકસભા સભ્ય છે, જે કાંથી વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. નંદીગ્રામ આંદોલનની લહેર પર સવાર થઇને શુભેંદુ 2009માં તમલુક બેઠક પરથી લોકસભા ચૂંટણી જીત્યા હતા. તે બાદ તે 2014માં પણ તે જીત્યા. બંગાળ વિધાનસભા ચૂંટણીમાં જીત્યા બાદ તેમણે મમતા કેબિનેટમાં પરિવહન મંત્રી બનાવવામાં આવ્યા હતા.Suvendu Adhikari resigns

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9