Gujarat Exclusive > દેશ-વિદેશ > સુશીલ મોદીને ભાજપે બિહારથી રાજ્યસભા ઉમેદવાર બનાવ્યા, મળી શકે છે મોટી જવાબદારી

સુશીલ મોદીને ભાજપે બિહારથી રાજ્યસભા ઉમેદવાર બનાવ્યા, મળી શકે છે મોટી જવાબદારી

0
75

રામ વિલાસ પાસવાનના અવસાન બાદ આ બેઠક ખાલી પડી હતી Sushil Kumar Modi

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની સેન્ટ્રલ ઇલેક્શન કમિટીએ બિહારમાં થનાર આગામી રાજ્યસભા પેટા-ચુંટણી-2020 માટે સુશીલ કુમાર મોદીને ઉમેદવાર બનાવ્યા છે. આ માહિતી પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી અરૂણસિંહે આપી છે. આ બેઠક રામ વિલાસ પાસવાનના અવસાન બાદ ખાલી પડી હતી. તાજેતરમાં જ એલજેપીએ બિહારની ચૂંટણી અલગ થઇને લડતા ભાજપે તેને સાઈડ લાઈનમાં કરી દીધા છે. Sushil Kumar Modi

બીજી તરફ ભાજપ સુશીલ કુમાર મોદીનું કદ વધારવાની તૈયારીમાં છે. સુશીલ મોદી હવે રાજ્યસભા થકી કેન્દ્રમાં જઈ શકે છે, જ્યાં તેમને મોટી જવાબદારી સોંપવાની ચર્ચાઓ શરૂ થઈ છે. જણાવી દઈએ કે બિહાર વિધાનસભાની ચૂંટણી -2020માં એનડીએની સરકાર બન્યા બાદ સુશીલ મોદીને ડેપ્યુટી સીએમ પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા. ત્યારબાદથી અટકળો લગાવવામાં આવી રહી હતી કે ભાજપ તેમને કેન્દ્રમાં સેટ કરવા માંગે છે. Sushil Kumar Modi

આ પણ વાંચો: સતત બીજા ક્વાર્ટરમાં દેશનો GDP નેગેટિવ, ટેક્નિકલી ભારત મંદીમાં સપડાયુ

1990માં સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો Sushil Kumar Modi

સુશીલ મોદીએ 1990માં સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો હતો અને પટણા સેન્ટ્રલ વિધાનસભા બેઠક પરથી ચૂંટાયા હતા. 1995 અને 2000માં તે વિધાનસભામાં પણ પહોંચ્યો હતો. 1996થી 2004 સુધી તેઓ બિહાર વિધાનસભામાં વિપક્ષી નેતા રહ્યા. પટણા હાઈકોર્ટમાં તેમણે લાલુ પ્રસાદ વિરુદ્ધ જાહેર હિતની અરજી કરી હતી, જે ઘાસચારાના કૌભાંડ તરીકે ખુલ્લી પડી હતી. 2004માં સુશીલ મોદીએ લોકસભાની ચૂંટણી લડી હતી અને ભાગલપુરથી વિજયી થયા હતા.Sushil Kumar Modi

સુશીલ મોદી ભાજપનો સૌથી મોટો ચહેરો છે

2005માં બિહારની ચૂંટણીમાં એનડીએને બહુમતી મળી. નીતીશ કુમાર મુખ્યમંત્રી બન્યા ત્યારે સુશીલ મોદીને નાયબ મુખ્યમંત્રીની જવાબદારી મળી. સાથે જ નાણાં મંત્રાલય અને અન્ય ઘણા વિભાગોનો ચાર્જ સંભાળ્યો. 2010માં એનડીએ ફરીથી જીત્યું અને સુશીલ મોદી ફરી નીતિશ સરકારમાં નાયબ મુખ્યમંત્રી બન્યા. નાણામંત્રી તરીકે જુલાઈ 2011માં સુશીલ મોદીને જીએસટી પર બનેલી રાજ્યના નાણામંત્રીઓની સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. જ્યારે 2020ની ચૂંટણીમાં પણ સુશીલ મોદી ભાજપના સૌથી મોટા ચહેરા હતા. ભાજપ આ વખતે મોટા ભાઈની ભૂમિકા છે. જેડીયુએ આ વખતે 43 બેઠકો જીતી છે જ્યારે ભાજપને 74 બેઠકો મળી છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9