Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > સુરેન્દ્રનગરમાં પણ વસે છે એક શાહજહાં! પત્નીની યાદમાં બનાવ્યું મંદિર, રોજ કરે છે પૂજા

સુરેન્દ્રનગરમાં પણ વસે છે એક શાહજહાં! પત્નીની યાદમાં બનાવ્યું મંદિર, રોજ કરે છે પૂજા

0
731

સંત કબીર કહી ગયા છે કે, “ढ़ाई आख़र प्रेम का पढ़े सो पंडित होय।”. સંત વેલેન્ટાઈન પણ આવા જ મહાન સંત હતા. જેમણે પ્રેમ માટે પોતાના જીવનની આહૂતિ આપી દીધી હતી. આજે પણ તેમની યાદમાં 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈ ડે એટલે કે પ્રેમના દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજના દિવસે આપણે ભારતના અમર પ્રેમીઓને યાદ કરીએ તો અનેક નામ સામે આવવા લાગે. આ ઉપરાંત દેશમાં પ્રેમની નિશાની જેવો તાજમહલ આપણી આંખ સામે અવશ્ય આવે. શાહજહાંએ પોતાની પત્ની મુમતાઝના અવસાન બાદ તેની યાદમાં મહેલ બનાવ્યો, જે આજે તાજ મહાલ તરીકે વિશ્વભરમાં જાણીતું છે. જો કે ગુજરાતમાં પણ એક એવો જ શાહજહાં વસે છે, જેણે પોતાની પત્નીની યાદમાં મહેલ તો નહીં, પરંતુ મંદિર અવશ્ય બનાવ્યું છે.

આ મંદિર વઢવાણના ખોડુ ગામના લાલારામે બનાવ્યું છે. લાલારામ દાતણ વેચીને પરિવારનું ગુજરાત ચલાવતા લાલારામ આજીવિકા રળવા માટે પત્ની લલિતા સાથે દિલ્હી પહોંચ્યા હતા. અહીં તેમને નસીબે સાથ આપ્યો અને એન્ટિક વસ્તુઓના વેપારમાં નામ અને રુપિયા કમાયા. જો કે આ પ્રેમાળ દંપત્તિને કોઈની નજર લાગી હોય તેમ લલિતાબેન નું ટૂંકી માંદગી બાદ અવસાન થયું.

પત્નીના વિરહમાં તડપતા લાલારામે પત્નીની યાદ કયામ માટે તાજી રહેલ તે માટે કંઈક અલગ કરવાનું મન થયું. આથી તેમણે દૂધરેજના નગરાગામ વચ્ચે 4 એકર જમીન ખરીદી હતી. આ જમીન પર તેમણે 2 કરોડ રુપિયાના ખર્ચે વૃદ્ધાશ્રમ બનાવી તેમા પત્નીની યાદમાં એક મંદિર પણ બનાવ્યું.

આ મંદિરમાં લાલારામે લલિતાબેનની મૂર્તિની સ્થાપના કરી અને રોજ તેની પૂજા કરીને વેલેન્ટાઈન્સ ડેને સાચા અર્થમાં સાર્થક કરી રહ્યાં છે.

70 વર્ષ જૂનો નિઝામ ફંડ કેસ, પાકિસ્તાનને હરાવીને ભારતે જીત્યા કરોડો રુપિયા