Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > સુરત: ઘરમાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર

સુરત: ઘરમાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર

0
89

સુરતના હજીરાના દામકા ગામમાં મહિલાની હત્યા કરાયેલો મૃતદેહ ઘરમાંથી નિકળતા ભારે ચકચાર જોવા મળી રહી છે. આ બનાવને લઈ પોલીસે તપાસ હાથ ધરી હતી. જો કે, મહિલાની હત્યા કરાઈ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, મૃતકનું નામ ગીતાબેન જોશી છે. તેમની ઉંમર લગભગ 51 વર્ષની આસપાસની છે. ગીતાબેનને એક પુત્ર છે અને એ કર્મકાંડ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. વહેલી સવારે ગીતાબેન એમના જ ઘરમાંથી હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા બાદ પોલીસે ઘટના સ્થળે દોડી તપાસ હાથ ધરી છે.

હત્યાનો ભોગ બનેલા ગીતા બેન ઘર કામ કરતાં હતાં. તેમનો પુત્ર સાથે ઝઘડો ચાલતો હતો. જોકે હજી સુધી હત્યારા કે હત્યાના કારણ વિશે જાણી શકાયું નથી. પરંતુ પેટમાં ઘા મારી ગીતાબેનની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. જેની હાલ પોલીસ તપાસ કરી રહી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat

(પ્રતિકાત્મક તસવીર)