Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > થાઈલેન્ડની યુવતીનાં મોતની તપાસ કરશે SIT, 3 દિવસ બાદ પણ કોયડો ઉકેલાયો નથી

થાઈલેન્ડની યુવતીનાં મોતની તપાસ કરશે SIT, 3 દિવસ બાદ પણ કોયડો ઉકેલાયો નથી

0
250
  • મગદલ્લા વિસ્તારમાં થાઇલેન્ડની એક યુવતીની સળગેલી હાલતમાં લાશ મળી આવી હતી
  • ઘટનાના ત્રણ દિવસ બાદ કોઇ નિવેડો ન આવતા SITની રચના કરવામાં આવી

સુરત : થાઈલેન્ડની યુવતીની સળગી ગયેલી લાશ (Surat Thai spa girl death case) મળી આવવાના કિસ્સામાં હજુ સુધી કોઈ સાચી હકીકત સામે આવી નથી. ત્યારે પોલીસ દ્વારા SITની રચના કરી તપાસ શરૂ કરવામાં આવી છે. મહત્વનું છે કે યુવતીની બંધ રૂમમાંથી સળગી ગયેલી હાલતમાં લાશ મળી આવી હતી.

સુરતનાં મગદલ્લા ગામની ભૈયા સ્ટ્રીટમાં નગીન પટેલના મકાનમાં ભાડાની રૂમમાં રહેતી અને સ્પામાં નોકરી કરતી થાઇલેન્ડની યુવતી વનિડા ઉર્ફે મિમ્મી બુસોર્નની ગત રવિવારે પોતાના રૂમમાંથી સળગી ગયેલી હાલતમાં લાશ મળી આવી હતી. રૂમમાં આગ અને ધુમાડો દેખાતા સ્થાનિક લોકો દોડી આવ્યાં હતાં. જો કે રૂમના મુખ્ય દરવાજાને તાળું માર્યું હતું જેથી દરવાજો તોડતા યુવતીની સળગેલી લાશ દેખાઇ હતી.

આ પણ વાંચોઃ સુરતની ‘સિદ્ધિ’ની અનોખી સિદ્ધિ; પ્લાસ્ટિક ગ્લાસનો ટોલેસ્ટ પિરામિડ બનાવી રેકોર્ડ સર્જ્યો

ઉમરા પોલીસે આ સમગ્ર કિસ્સામાં અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. હાલમાં ત્રણથી ચાર લોકોની પૂછપરછ પણ કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે યુવતીની હત્યા કરવામાં આવી છે કે પછી તેને આત્મહત્યા કરી છે. કારણ કે રૂમની આગળ અને પાછળ બંને સાઈડ દરવાજા હોવા છતાં યુવતીએ બહાર નીકળવાનો પ્રયાસ કર્યો ન હતો. પોલીસને બે દિવસ થવા છતાં વનિડાના મોતનું ચોક્કસ કારણ જાણી શકી નથી. જ્યારે ફોરેન્સિક એક્સપર્ટનું માનવું છે કે વનિડાનું અકસ્માત મોત નથી.

કોઈ પણ જીવતી વ્યક્તિ સળગવાની પીડા ક્યારેય સહી શકે નહીં. જ્યારે પણ વ્યક્તિ સળગે તો બૂમો પાડી પોતાને બચવાનો પ્રયાસ કરતો હોય છે. વનિડાની સળગેલી લાશ (Surat Thai spa girl death case) રૂમના એક સાઈડમાં મળી આવી હતી. રૂમમાં મૂકેલો સામાન પણ અસ્તવ્યસ્ત ન હતો. આમ, કોઈ વ્યક્તિની હાજરી ત્યાં હતી એવું લાગી રહ્યું છે.

ત્રણ દિવસ થયા હોવા છતાં સ્થાનિક પોલીસ હજી સુધી વનિડાના મોતનો કોયડો ઉકેલી શકી નથી. ત્યારે આ સમગ્ર મામલે પોલીસ કમિશ્નર દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરવામાં આવી છે. SITમાં ઉમરા પીઆઇ અને ક્રાઈમ બ્રાંચના PSIની ટીમ રહેશે. ડીસીપી વિધી ચૌધરી સમગ્ર કેસનું જાતે જ મોનીટરીંગ કરશે.

શું હતી સમગ્ર ઘટના?

સુરતનાં મગદલ્લા વિસ્તારની ભૈયા સ્ટ્રીટમાં નગીનભાઈ પરભુભાઈ પટેલના મકાનમાં પહેલા માળે ભાડેથી વનિતા બુસોર્ન નામની એક થાઈલેન્ડ યુવતી રહેતી હતી. આ યુવતી ઇસ્કોન મોલનાં એક સ્પામાં કામ કરતી હતી. યુવતીની ઉંમર 27 વર્ષ હતી. તેનો રવિવારના રોજ સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. યુવતી જે ભાડાના મકાનમાં રહેતી હતી તેમાં આગ લાગી હતી. જેની જાણ થતા જ ત્યાંના સ્થાનિકો દોડી આવ્યા હતાં. જો કે રૂમની બહાર તાળું મારેલું હતું,. જેથી તાળું તોડીને આગ બુઝાવવામાં આવી હતી. આ મામલે સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી.

આ પણ વાંચોઃ ગુજરાતના કોરોના વાઈરસથી પ્રભાવિત વિસ્તારોમાં ફરશે ‘કોવિડ વિજય રથ’