Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > સુરત: ફાયર સેફટી મુદ્દે ગુનો નોંધવાની ધમકીથી કાપડ વેપારીઓમાં રોષ

સુરત: ફાયર સેફટી મુદ્દે ગુનો નોંધવાની ધમકીથી કાપડ વેપારીઓમાં રોષ

0
63

સુરત ટેક્સ્ટાઇલ માર્કેટમાં ફાયર સેફટીની સુવિધા નહીં હોય તેવા માર્કેટ સીલ કરવાની પાલિકાએ શરૂઆત કરી હતી. તે અંતર્ગત 1500થી વધુ દુકાનો સીલ કર્યા બાદ ખોલી તો આપવામાં આવી છે, પરંતુ 15 દિવસમાં સુવિધા ઊભી કરવામાં નહીં આવે તો માર્કેટના સત્તાધીશો સામે ગુનો દાખલ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સુરત મનપાના ફાયર તંત્રે નવી ફાયરની ગાઈડલાઇન્સ જારી કરતા વેપારીઓમાં મુંજવણ ઉભી થવા પામી છે.

સુરત મહાનગર પાલિકાએ કરેલી જાહેરાતને કારણે ટેકસટાઇલ વેપારી વર્ગમાં ભડકો થયો છે. તેમજ આ મુદ્દે ફેર વિચારણા કરવામાં આવે તેવી માંગ સાથે વિવિધ એસોસિયેશન સાથે ટેસ્ટાઇલ માર્કેટમાં બેઠક યોજાઇ હતી. ટેક્સ્ટાઇલ માર્કેટ વિસ્તારમાં આગના બનાવોને અટકાવવા માટે પાલિકા દ્વારા વખતો વખત માર્કેટ સત્તાધીશોને નોટિસ આપી હતી તેમજ ફાયર સેફટીની સુવિધા ઊભી કરવા માટે પણ જણાવ્યું હતું તેમ છતાં તેઓ દ્વારા ફાયર સેફટીની સુવિધા ઊભી નહીં કરતા આખરે દુકાન અને માર્કેટ સીલ કરવાની કામગીરીનો આરંભ કર્યો હતો.

આ પણ વાંચો: CCTV: પ્રહલાદનગર ફાયર સ્ટેશનથી ચોરાયેલ ડેડબોડી વાન માનસી સર્કલથી મળી

ત્યારબાદ વેપારીઓ પાસેથી એફિડેવિટ લઈને દુકાન અને માર્કેટના સીલ તો ખોલી આપવામાં આવ્યા છે. પરંતુ 15 દિવસમાં સુવિધા ઊભી કરવામાં નહીં આવે તો માર્કેટના સત્તાધીશો સામે ગુનો દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તેના કારણે વેપારી વર્ગમાં પાલિકાની આવી નીતિ સામે રોષ ફેલાયો છે તેમજ આ મુદ્દે પાલિકા સાથે છેલ્લે સુધી લડી લેવાનો નિર્ધાર કર્યો છે. ટેક્સ્ટાઇલ માર્કેટના વિવિધ એસોસિયેશનના આગેવાનો તથા ચેમ્બરના ઉપપ્રમુખની હાજરીમાં એક બેઠક યોજવામાં આવી હતી.

તેમાં માર્કેટના સત્તાધીશો સામે ગુનો દાખલ કરવાનો નિર્ણય પરત ખેંચવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે, તેમજ આગામી દિવસોમાં આ મુદ્દે પાલિકા કમિશનર, રાજ્ય સરકારને પણ આવેદનપત્ર આપવાનું નક્કી કરાયું છે. વેપારી મંડળનું પ્રતિનિધિત્વ કરતા આગેવાનોનું કેહવું છે કે તબકકવારે રજૂવાત કરીશું જો નિરાકરણ નહિ આવશે તો હાઈકોર્ટ સુધી જવાની તૈયારી વેપારીઓ દ્વારા બતવામાં આવી છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9

(પ્રતિકાત્મક તસવીર)