Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > સુરત: વિદ્યાર્થીએ બ્લેક બોર્ડ ઉપર THE/END લખી કર્યો આપઘાત

સુરત: વિદ્યાર્થીએ બ્લેક બોર્ડ ઉપર THE/END લખી કર્યો આપઘાત

0
4

સુરતના માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે આવેલ શાંતિ નિકેતન હાઇસ્કુલમાં ધોરણ-12 સાયન્સમાં અભ્યાસ કરતો અને હોસ્ટેલમાં જ રહેતા ઉમરપાડા તાલુકાના વાડી ગામના યુવકે કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ઉમરપાડા તાલુકાના વાડી ગામના વાડી ફળિયા ખાતે રહેતો અમનકુમાર રાજુભાઈ વસાવાએ ઝંખવાવ ખાતે આવેલ આદિવાસી હોસ્ટેલમાં કોઈક અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

– વિદ્યાર્થીએ બ્લેક બોર્ડ ઉપર THE/END લખી આપઘાત કર્યો.

આ યુવકે હોસ્ટેલમાં બ્લેક બોર્ડ ઉપર એક કુદરતી સૌંદર્ય દોર્યું હતું અને સાથે THE/END લખી પંખા સાથે દોરી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો આ ઘટનાની જાણ વાલીવારસો ને કરવામાં આવતા યુવકના ઘરના સભ્યો તેમજ વાડી ગામના સરપંચ ભુપેન્દ્રભાઈ વસાવા ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

આ દરમિયાન પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. પોલીસે યુવકના મૃતદેહનો કબજો લઇ પી એમ સહિત કાયદેસરની કાર્યવાહી કરી છે. યુવકે ક્યાં કારણસર આપઘાત કર્યો તેનું રહસ્ય અકબંધ છે. પરંતુ પંથકમાં ચાલતી ચર્ચાઓ મુજબ યુવકે અભ્યાસના ભારણને કારણે આ પગલું ભર્યુ હોવાનું કહેવાઇ રહ્યું છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat