Gujarat Exclusive > The Exclusive > રખડતા ઢોર (Stray cattle)ના માલિકો સામે ગુનો નોંધવા પોલીસ કમિશનરનો આદેશ

રખડતા ઢોર (Stray cattle)ના માલિકો સામે ગુનો નોંધવા પોલીસ કમિશનરનો આદેશ

0
103
  • પો. કમિશનર અજય તોમરના અધ્યક્ષસ્થાને રોડ સેફટી કાઉન્સિલની બેઠક મળી
  • સુરત શહેરમાંથી પસાર થનારા ટેન્કર ચાલકો વિરૂધ્ધ કડક કાર્યવાહી થશે 

સુરત : સુરત શહેરમાં રખડતા ઢોર-ઢાકરો (Stray cattle )ના માલિકો સામે ગુનો દાખલ કરવા પોલીસ કમિશનર અજય તોમરે આદેશ આપી દીધો છે. સુરતમાં અકસ્માતોનું પ્રમાણ ધટે, અમૂલ્ય માનવ જીંદગીઓ બચાવી શકાય તેમજ લોકો ટ્રાફિકના નિયમનોનું પાલન કરે તેવા આશયથી શુક્રવારે સુરતત શહેર રોડ સેફ્ટી કાઉન્સીલની બેઠક મળી હતી. આ 37મી રીવ્યુ બેઠકનું નેતૃત્વ  શહેર પોલીસ કમિશનર અજય તોમરે કર્યું હતું.

પોલીસ કમિશનર કચેરીના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં પોલીસ કમિશનરે આદેશ આપ્યો હતો કે શહેરના રસ્તાઓ પર રખડતા ઢોર-ઢાંખરો (Stray cattle ) ના માલિકો સામે ગુનો દાખલ કરવામાં આવે. તેમજ માસ્ક ન પહેરનારા વાહન ચાલકો સામે પણ કડક કાર્યવાહી કરવાના આદેશો આપ્યા છે. તેમણે હજીરા વિસ્તારના ટેન્કરો શહેરી વિસ્તારમાંથી પસાર થતા હોઈ આવા ટેન્કર ચાલકો વિરૂધ્ધ દંડનીય કાર્યવાહી કરવાની સૂચના પણ આપી છે.

આ પણ વાંચોઃ સરકાર પ્રાઇવેટ સ્કૂલોની ફી 25 ટકા ઘટાડવાનો નિર્ણય લઈ શકે

ઉધના ભીમનગર ગરનાળા ઓવરબ્રીજ પાસે માર્ગ અકસ્માતમાં થયેલા મૃત્યૃ બાબતે SMC, પોલીસ અને R&Bના અધિકારીઓએ સંયુકતરીતે સ્થળે મુલાકાત લીધી હતી. ત્યાર બાદ અહેવાલ સંદર્ભે હવે પછી અકસ્માત ન સર્જાય તે માટે સલામતીના પગલારૂપે બ્રિજની વચ્ચે પ્લાસ્ટીકના બેરીકેટ મુકી, સફેદ પટ્ટાઓ લગાડવા નક્કી કર્યુ છે.

ટ્રાફિક નિયમોનું પાલન દરેક લોકો ને અનુરોધ Stray cattle

સવજી કોરાટ બ્રીજ નજીક ધર્મીષ્ઠાપાર્કની સામે થયેલા અકસ્માતમાં વ્યકિતનું મૃત્યુ થયું હતું. જેને ધ્યાને લઇ, રોગ સાઈડેથી આવતા વાહનો માટે ડિવાઈડરનો ગેપ બંધ કરીને બેરીકેટ મૂકવામાં આવ્યા છે. કમિશનરે તમામ વિભાગો સાથે મળીને જનજાગૃતિના માધ્યમથી શહેરમાં બનતા ગંભીર અકસ્માતોનું પ્રમાણ ધટાડીને ટ્રાફિક નિયમોનું દરેક લોકો પાલન કરે તેવા સકારાત્મક પગલાઓ લેવાનો અનુરોધ કર્યો હતો.

આવરસ્પીડ ડ્રાઇવરોના લાઇસન્સ રદ Stray cattle

બેઠકમાં પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ચાવડાએ જણાવ્યું હતું કે,

ઓગષ્ટ દરમિયાન નિયત કરેલી ઝડપ કરતા વધુ ઝડપે વાહન ચલાવનારા તથા વાહન ચલાવતી વેળાએ મોબાઈલ કે તેના જેવા અન્ય ઉપકરણોનો ઉપયોગ કરનારા ત્રણ વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃએક જ પાઇપલાઇનમાં ભંગાણ અને સીધો એક હજાર કરોડની નિકાસને ફટકો

સેફ્ટી મુદ્દાઓ પર ચર્ચા વિચારણા

નવી સિવિલ હોસ્પિટલના ગેટ પાસે ઉભા રહેતા વાહનોના પરિણામે એમ્યુલન્સની અવર-જવર માટેની સમસ્યાના નિવારણ માટે ટ્રાફિક પોઈન્ટ મુકવાની સુચના કમિશનરે આપી હતી.

બેઠકમાં સિટીલીક અને બી.આર.ટી.એસના ડ્રાઇવરોને તાલીમ આપવા, બી.આર.ટી.સી.ના આજુબાજુના વૃક્ષોનું સમયસર કટિંગ, રિક્ષા ડ્રાઈવરોને માર્ગ સલામતીની તાલીમ, એસ.ટી.બસોના ડ્રાઈવરો સ્ટેન્ડ બહાર બસ ઉભી ન રાખવા, શાળાના વિદ્યાર્થીઓને ટ્રાફીકના નિયમોના ઓનલાઈન સેફટીના વિડીયો દર્શાવવા જેવા અનેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જોઈન્ટ પોલીસ કમિશનર શરદ સિંધલ, નાયબ પોલીસ કમિશનર પ્રશાંત સુબે, સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ડી.કે.ચાવડા, મહાનગરપાલિકાના ટ્રાફીક સેલના ડી.આર.ગોહિલ, એસ.ટી., માહિતી, હાઈવે ઓથોરીટીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ કોરોનાના કેસ વધતા રાજ્યના કયા શહેરમાં લાગી કલમ 144