Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > સુરતના Sridhar ભાઈએ 25 વખત રક્તદાન અને 3 વખત પ્લાઝમા દાન કર્યું

સુરતના Sridhar ભાઈએ 25 વખત રક્તદાન અને 3 વખત પ્લાઝમા દાન કર્યું

0
130
  • પિતાના કાર્ડિયાક એટેક સમયે લોહી માટે મુશ્કેલી પડી હતી
  • તેમાંથી રક્તદાન કરવાની પ્રેરણા મળી: Sridhar Contractor
  • 150થી વધુ વખત સિંગલ ડોનર પ્લેટલેટ્સ(SDP) પણ દાન કર્યું

સુરતઃ કોરોના મહામારીને મ્હાત આપવા ઉપયોગી થતાં પ્લાઝમાના ડોનેશન માટે સુરતના શહેરીજનો રાજ્યભરમાં અગ્રેસર રહ્યા છે. 51 વર્ષીય Sridhar ભાઈ કોન્ટ્રાક્ટરે ત્રણ વખત પ્લાઝમાનું ડોનેશન કરીને સામાજિક દાયિત્વ નિભાવ્યું છે. તેમણે 25 વખત રક્તદાન તથા  150થી વધુ વખત સિંગલ ડોનર પ્લેટલેટ્સ(એસડીપી) દાન પણ કર્યું છે.

Sridhar ભાઇ સુરતના ઘોડદોડ રોડ ખાતે રહે છે. વ્યવસાયે શિક્ષક છે. તેઓ જણાવે છે કે,

‘‘2001માં કોલેજના અભ્યાસકાળ દરમિયાન યોજાયેલા કેમ્પમાં રકતદાન કર્યું હતું. 2005માં  પિતાને કાર્ડિયાક એટેક આવ્યો અને તે સમયે 8 યુનિટ લોહી મેળવવા ખુબ મુશ્કેલીઓ પડી. જેમાંથી પ્રેરણા લઇ  અન્ય કોઈ દર્દીને બ્લડની મુશ્કેલી ન તે માટે નિયમિત રકતદાન કરૂ છું’’.

આ પણ વાંચોઃસાઇન લેન્ગવેજમાં વાત કરી દિવ્યાંગ યુવાનની કોરોનાની સારવાર કરતા ડોક્ટરો

બ્લડ કેન્સર કે ડેન્ગ્યું જેવા ગંભીર રોગોમાં શ્વેતકણો ઝડપથી ઘટી જતાં હોય છે. એવા સમયે સિંગલ ડોનર પ્લેટલેટ્સની જરૂરિયાત ખુબ અનિવાર્ય થઈ જાય છે. જેથી Sridhar ભાઇએ  ૧૫૮ વખત સિંગલ ડોનર પ્લેટલેટ(SDP) આપ્યા છે.

કોરોનામાંથી નીકળ્યા બાદ પ્લાઝ્મા ડોનેટ કર્યું Sridhar

કોરોનાની મહામારીમાં પ્લાઝમા એક અસરકારક હથિયાર સાબિત થયું છે. Sridhar ભાઇ કહે છે કે,

‘‘કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો પરંતુ મારા શરીરમાં માત્રા ફક્ત ૨ % હતી જેથી ઝડપથી રિકવર થઇ પ્લાઝમા ડોનેટ કરવાનો સંકલ્પ કર્યો. ઓગસ્ટમાં પહેલી વખત પ્લાઝમા ડોનેટ કર્યું.  ત્યારબાદ બે વાર એમ કુલ ત્રણ વખત પ્લાઝમા ડોનેટ કર્યું છે. પ્લાઝમા ડોનેટ કરવાથી બે દર્દીઓની જિંદગી બચી શકતી હોય તો આનાથી મોટું સેવાકાર્ય બીજું શું હોઈ શકે? 

પ્લાઝમા ડોનેટ કરવા કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયેલા વ્યક્તિઓ આગળ આવી રહ્યા છે જે ખરેખર પ્રેરણાદાયી છે. આવા કોરોના યોધ્ધાઓ થકી કોરોના મહામારીને નાથવા પણ ચોક્કસ સફળતા મળશે.

આ પણ વાંચોઃ રાજકોટ પોલીસે ભારે કરી : અમદાવાદમાં રહેતાં યુવકને વિધાઉટ હેલ્મેટનો મેમો મોકલ્યો