Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > સુરત: SME વિષય ઉપર સ્ટોક માર્કેટ સંબંધિત સેમિનારનું આયોજન

સુરત: SME વિષય ઉપર સ્ટોક માર્કેટ સંબંધિત સેમિનારનું આયોજન

0
54

BSEએ 2.6 ટ્રિલિયન ડોલરની વેલ્થ ક્રિએટ કરી SME 

સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા બુધવારે નાનપુરા સુરત ખાતે ‘SME’ વિષય ઉપર સ્ટોક માર્કેટ સંબંધિત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાંત વકતા તરીકે ખકભ કોભ એન્ડ સ્ટાર્ટઅપ્સના હેડ અજયકુમાર ઠાકુર દ્વારા રોકાણકારોને મહત્વનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, હાલમાં સ્ટોક માર્કેટ જે રીતે બુમીંગ કરી રહ્યું છે તેને જોતા રોકાણકારો એ દિશામાં વધુ રસ લેતા દેખાઇ રહયાં છે. નાના રોકાણકારોને બેન્કિંગ ઇન્ટરેસ્ટ કરતા પણ વધુ લાભ સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરવાથી થઇ રહ્યો છે. બોમ્બે સ્ટોક એક્ષ્ચેન્જના ભાગ રૂપે એસએમઇ સેકટર માટે પ્લેટફોર્મ ઉભું થઇ રહ્યું છે. ત્યારે નાના રોકાણકારોને એસએમઇ સેકટરની કંપનીઓમાં રોકાણ કરવાથી કેવો લાભ મળી શકે છે? તેની અવેરનેસ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. SME 

અજયકુમાર ઠાકુરે જણાવ્યું હતું કે, સ્ટોક માર્કેટમાં એસએમઇ પ્લેટફોર્મ ઉપર લઘુ અને મધ્યમ ઉદ્યોગોની સાથે સંકળાયેલી કંપનીઓ લિસ્ટેડ થઇ શકે છે. એના માટે સેબીએ જુદા-જુદા નિયમો બનાવ્યા છે. રૂપિયા 10 કરોડથી 25 કરોડ સુધીનું પેઇડ-અપ કેપિટલ ધરાવતી કંપનીઓને સ્ટોક એક્ષ્ચેન્જના એસએમઇ પ્લેટફોર્મ ઉપર લિસ્ટેડ કરી શકાય છે. આવી કંપનીઓમાં લાંબા સમય સુધી રોકાણ કરવું હિતાવહ હોય છે અને આવી કંપનીઓમાં ઓછામાં ઓછું રૂપિયા એક લાખ સુધીનું રોકાણ કરવું પડે છે, અથવા તો બે હજાર, ચાર હજાર કે આઠ હજાર શેર ખરીદવાના હોય છે. એસએમઇ કંપનીઓનો આઇપીઓ લાવનાર મર્ચન્ટ બેંકે 100 ટકા અન્ડર રાઇટીંગ કરવું પડે છે. પબ્લીક ઇશ્યુ ખોલ્યા બાદ રોકાણકારો મળ્યા નહીં તેમ કહીને મર્ચન્ટ બેંક અધવચ્ચેથી વિડ્રોલ કરી શકે નહીં. SME 

આ પણ વાંચો: સુરત: ફાયર સેફટી મુદ્દે ગુનો નોંધવાની ધમકીથી કાપડ વેપારીઓમાં રોષ

તેમણે માર્કેટ મેકિંગના નિયમ વિશે જણાવ્યું હતું કે, એસએમઇ પ્લેટફોર્મ ઉપર કંપની લિસ્ટેડ થઇ ગયા બાદ તેમાં બંને તરફ બાયર અને સેલર રહેવા જોઇએ. જો આવું નહીં થાય તો માર્કેટ મેકરની જવાબદારી બને છે કે એ શેર ખરીદી કરે અને વેચવાની પણ વ્યવસ્થા ઉભી કરે. સ્ટોક માર્કેટના મેઇન બોર્ડમાં લિસ્ટેડ થયેલી કંપનીઓએ ન્યુઝપેપરમાં રિઝલ્ટ્‌સ પબ્લીશ કરવાના હોય છે. પરંતુ એસએમઇ કંપનીઓને પોતાના રિઝલ્ટ્‌સ ન્યુઝપેપરમાં પબ્લીશ કરવાની જરૂર હોતી નથી. કંપનીઓની ઇચ્છા હોય તો તેઓ રિઝલ્ટ્‌સ ન્યુઝપેપરમાં પબ્લીશ કરાવી શકે છે. જો કે, એસએમઇ કંપનીઓ પોતાની વેબસાઇટ ઉપર રિઝલ્ટ મુકે છે. જેથી પબ્લીક ડોમેનમાં લોકોને કંપનીના રિઝલ્ટ વિશે માહિતી મળી શકે છે. SME 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સ્ટોક એક્ષ્ચેન્જમાં સ્ટાર્ટઅપને ફંડીગ માટે પણ પ્લેટફોર્મ ઉભું કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં સાત સ્ટાર્ટઅપ લિસ્ટેડ થયા છે. જ્યારે પાંચ સ્ટાર્ટઅપ પાઇપલાઇનમાં છે. ભવિષ્યમાં 20થી 25 સ્ટાર્ટઅપ લિસ્ટેડ થવાની સંભાવના છે. તેમણે કહ્યું કે સ્ટોક એક્ષ્ચેન્જમાં પાંચ હજાર એસએમઇ કંપનીઓને અને 500 સ્ટાર્ટઅપને લિસ્ટેડ કરવાનું લક્ષ્ય છે. એસએમઇ પ્લેટફોર્મ ઉપર કેટલીક કંપનીઓ હવે સ્ટોક એક્ષ્ચેન્જના મેઇન બોર્ડમાં પ્રવેશવા લાયક ઘણી મોટી બની ગઇ છે. સ્ટોક માર્કેટે દેશના વિકાસમાં મોટો ફાળો આપ્યો છે અને રૂપિયા 22થી 23 હજાર કરોડની માર્કેટ કેપ બનાવી છે. SME 

તેમણે વધુમાં કહ્યું કે ભારતમાં બોમ્બે સ્ટોક એક્ષ્ચેન્જે 2.6 ટ્રિલિયન ડોલરની વેલ્થ ક્રિએટ કરીને આપી છે. એસએમઇ કંપની પોતાને ત્યાં કામ કરતા સારા કર્મચારીઓને ઇકવિટી આપી શકે છે. જેથી કરીને સારા કર્મચારીઓ લાંબાગાળા સુધી તેમની સાથે જોડાયેલા રહે. SME 

ચેમ્બરની કેપિટલ એન્ડ કોમોડિટી માર્કેટ કમિટીના ચેરમેન ઐયુબ યાકુબઅલીએ કાર્યક્રમની રૂપરેખા આપી સેમિનારનું સંચાલન કર્યું હતું. કમિટીના કો-ચેરમેન દિપેશ પરીખે વકતાનો પરિચય આપ્યો હતો. અંતે ચેમ્બરના ગૃપ ચેરમેન બિજલ જરીવાલાએ સર્વેનો આભાર માની સેમિનારનું સમાપન કર્યું હતું.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9