Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > સુરતમાં ‘તિરંગા યાત્રા’ કાઢનારા 100થી વધુ PAAS નેતાઓની અટકાયત

સુરતમાં ‘તિરંગા યાત્રા’ કાઢનારા 100થી વધુ PAAS નેતાઓની અટકાયત

0
91

સુરત: એક તરફ દિલ્હીમાં ખેડૂતો દ્વારા ટ્રેક્ટર રેલી (Farmers Tractor March) કાઢવામાં આવી હતી, ત્યાં બીજી તરફ પોલીસની (Surat Police) મંજૂરી ના હોવા છતાં સુરત ખાતે પાટીદાર અનામત આંદોલન સિમિતિ (PAAS) દ્વારા વિવિધ ત્રણ મુદ્દાઓની માંગ સાથે તિરંગા યાત્રાનું (PAAS Tiranga Yatra) આયોજન કરાયું હતું.

જેમાં PAASના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા વરાછા અને સરથાણાના વિવિધ વિસ્તારોમાંથી રેલી કાઢવામાં આવી હતી. જો કે આ રેલીને પોલીસ (Surat Police) દ્વારા મંજૂરી આપવામાં આવી ના હોવાને કારણે વહેલી સવારથી PAASના નેતાઓની અટકાયત કરાઈ હતી.

અલ્પેશ કથિરીયા સહિત 100 લોકોની અટકાયત કરવામાં આવી છે. તમામને હાલ પોલીસ (Surat Police) દ્વારા હેડક્વાટર લઈ જવામાં આવ્યાં છે.

આ પણ વાંચો: અમદાવાદ: જમાલપુરમાં કોમી એકતાના સંદેશ સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી

જણાવી દઈએ કે, પાટીદાર અનામત આંદોલન સમિતિએ (PAAS) કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ કૃષિ બિલ, (Farm Laws) પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા પોલીસ કેસો પરત ખેંચવા તથા પાટીદારો સૌથી વધારે જે વિસ્તારમાં રહે છે તેવા વરાછા કાપોદ્રા અને સરથાણામાં સરકારી કોલેજ આપવાની માંગણી સાથે ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસે (Republic Day) તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે સુરત શહેર પોલીસે (Surat Police) તિરંગા યાત્રાને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો તેમ છતાં પાસના આગેવાનો રેલી કાઢવા માટે મક્કમ હતા.

આજે સવારે વિવિધ વિસ્તારો સરથાણા, સીમાડા નાકા, નાના વરાછા, કાપોદ્રા, હીરાબાગ, મીની બજાર, યોગીચોકથી રેલીની શરૂઆત કરવામાં આવી હતી. તમામ લોકોને પોલીસે રેલી ન કાઢવા માટે જણાવ્યું હતું તેમ છતાં રેલી કાઢતા પાસ કન્વિનર અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા સહીત તમામ આંદોલનકારીઓ, અનેક સામાજિક અને રાજકીય સંગઠનોના 100 થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી. જેમને સુરત શહેર પોલીસના હેડક્વાર્ટર ખાતે લઈ આવવામાં આવ્યા હતાં.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9