સુરત: કોઈ પણ ગુનાને અંજામ આપ્યા બાદ પોલીસથી બચવા માટે આરોપીઓ અવનવા નુસખા અપનાવતા હોય છે, ત્યારે ગુજરાતના સુરતમાંથી એક આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં ગુનેગારે પોલીસ પકડથી બચવા માટે 3 વર્ષમાં પોતાનું વજન 55 કિલો જેટલું વધારીને 115 કિલો કરી નાંખ્યું. જો કે આમ છતાં તે પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. Surat Police
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, આરોપીનું નામ ગૌતમ વાનખેડે છે. જેણે 2018માં પોતાના સાગરિતો સાથે મળીને શિવ હીરાનગર સોસાયટીમાં રેલવે ટ્રેક નજીક વિનય ઉર્ફે જીતેન્દ્ર રાય ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. જે-તે સમયે પોલીસે આ હુમલાના માસ્ટરમાઈન્ડ રાહુલ અને તેના અન્ય સાગરિતોને ઝડપી પાડ્યા હતા, પરંતુ ગૌતમ વાનખેડે નામનો આરોપી ફરાર થવામાં સફળ રહ્યો હતો.
આ પણ વાંચો: SOU: કેવડિયાને ‘ઇલેક્ટ્રિક વ્હીકલ સિટી’ તરીકે વિકસાવ્યા બાદ શું થશે ફાયદા? Surat Police
ખાસ ચોંકાવનારી વાત એ છે કે, આરોપી ગૌતમે પોલીસથી બચવા માટે પોતાનું વજન 60 કિલો સુધી વધારી લીધું, જેથી કોઈ તેને ઓળખી પણ ના શકે. પોલીસે જણાવ્યું કે, 2018માં ગુનો આચરવા સમયે ગૌતમનું વજન 55 કિલોની આસપાસ હતુ, પરંતુ 3 વર્ષો બાદ જ્યારે તે પોલીસના હાથે ઝડપાયો, ત્યારે તેનું વજન 115 કિલો થઈ ગયું હતું.
એવામાં આરોપી તરફથી પોલીસની નજરોથી બચવાનો પૂરો પ્રયત્ન કરવામાં આવ્યો, પરંતુ આમ છતાં પોલીસે તેની માત્ર ધરપકડ જ ના કરી પરંતુ 3 વર્ષ પહેલા તેણે આચરેલા ગુનાની સજા પણ આપી.