Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > સુરતમાં હોટલ અને ગેસ્ટ હાઉસ સંચાલકો માટે નવી ગાઈડલાઈન્સ જાહેર

સુરતમાં હોટલ અને ગેસ્ટ હાઉસ સંચાલકો માટે નવી ગાઈડલાઈન્સ જાહેર

0
217

સુરત: શહેર પોલીસ કમિશનરે લોકોની સુરક્ષા માટે હોટલ અને ગેસ્ટ હાઉસના સંચાલકો માટે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે. કોરોના મહામારી દરમિયાન સુરત પોલીસ કમિશનર અજય તોમરે પ્રવાસીઓને રહેવાની સુવિધા આપનારી તમામ હોટલો, ગેસ્ટ હાઉસો તેમજ લૉજમાં તેમના ત્યાં રોકાયેલા તમામ મુસાફરોની ઓનલાઈન એન્ટ્રી પથિક સોફ્ટવેરમાં કરવી ફરજિયાત છે. Surat Hotel operators

આ અંગે વિગતો આપતા કમિશનરે જણાવ્યું કે, તમામ હોટલો રિસેપ્શન પર ઈન્ટરનેટ કનેક્ટિવિટી વાળુ કોમ્પ્યુટર રાખે, જેમાં પથિક સોફ્ટવેર ઈન્સ્ટોલ કરવું પડશે. જે બાદ હોટલના રજિસ્ટરની એન્ટ્રી સાથે આ સોફ્ટવેરમાં પણ તમામ મુસાફરોની વિગતો ભરવાની રહેશે.

આ સિવાય હોટલો અને ગેસ્ટ હાઉસની અદર અને બહારના ભાગને સરળતાથી કવર કરી શકાય, તે રીતે લોન્ગ રેન્જમાં કેમેરા લગાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ કેમેરામાં થયેલા રેકોર્ડિંગ ઓછામાં ઓછા 3 મહિના સુધી સેવ રાખવું પડશે અને તમામ કેમેરા 24 કલાક ચાલુ રહે તેનું ખાસ ધ્યાન રાખવું પડશે.

આ પણ વાંચો:  પંજાબ સરકારે વૅક્સિનેશન પોલિસી બદલી, ખાનગી હોસ્પિટલોને કોવિડ વૅક્સિન સપ્લાયનો આદેશ પરત લીધો

પથિક સોફ્ટવેરમાં આવનારા તમામ મુસાફરોના નામ, તેમના સરનામા અને ફોન નંબર સહિતની વિગતો ભરવાની રહેશે. આ સિવાય તે નંબર સાચો છે કે ખોટો? તેને પણ વેરિફાઈ કરવાનો રહેશે. Surat Hotel operators

જો કોઈ મુસાફર કોઈ વાહનથી આવે છે, તો તેના નંબર સહિતની વિગતો પણ ભરવાની રહેશે. આ સિવાય મુસાફરો હોટલના ફ્રી વાઈફાઈનો ઉપયોગ કરે છે, તો તેના માધ્યમથી તે કંઈ-કંઈ વેબસાઈટનો ઉપયોગ કરે છે અને શું-શું ડાઉનલોડ કરે છે? આ તમામ બાબતોની જાણકારી હોટલના સંચાલકોએ રાખવાની રહેશે. આગામી 1 ઓગસ્ટ સુધીમાં તમામ હોટલ, મોટલ અને ગેસ્ટ હાઉસના માલિકોએ આ નિયમનો અમલ કરવો પડશે. આ નિયમનો ભંગ કરનાર સજાને પાત્ર બનશે. (In Pic: સુરત પોલીસ કમિશનર અજય તોમર)

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat