સુરત: ગુજરાતના પેટ્રોલિયમ મંત્રીએ પોતાની ચાલાકીથી એક એવા પેટ્રોલ પંપના કર્મીઓને રંગે હાથ પકડ્યા છે જે કૌભાંડ કરતા હતા. મંત્રી મુકેશ પટેલ સામાન્ય લોકોની જેમ પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા પહોચ્યા હતા, જ્યા તેમણે ગડબડનો પર્દાફાશ કર્યો હતો.
સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં યશ પેટ્રોલ પંપમાં ગડબડ વિશે મુકેશ પટેલને જાણકારી મળી હતી. જે બાદ તે ખુદ ત્યા પહોચ્યા હતા અને આખી ઘટના સ્પષ્ટ થઇ હતી. પેટ્રોલ પંપને સીલ કરી દેવામાં આવ્યુ છે અને આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.
આ પેટ્રોલ પંપ નવો જ ખુલ્યો હતો, જે બાદ તેની ફરિયાદ આવી હતી. ડિસપ્લે પર દેખાતા ડીઝલ-પેટ્રોલની માત્રાથી ઓછુ, ટેન્ક ભરવાની સતત ફરિયાદ બાદ મુકેશ પટેલ પોતાની કાર લઇને પેટ્રોલ પંપ પર પહોચ્યા હતા અને ડીઝલ ભરવા કહ્યુ હતુ. ડીઝલ ઓછુ ભરવાનો શક થતા તેમણે પેટ્રોલ પંપ સંચાલકને બોલાવ્યો હતો, તેની પાસેથી પેટ્રોલ પંપ પર સ્ટૉક મેઇન્ટેનન્સ રજિસ્ટરની માંગ કરી હતી.
મંત્રી આ જોઇને ચોકી ગયા કે છેલ્લા ત્રણ-ચાર દિવસથી કોઇ પણ રીતની સ્ટૉકની કોઇ જાણકારી લખવામાં આવી નથી. તમામ પેટ્રોલ પંપ સંચાલકોને પેટ્રોલના વેચાણ અને સ્ટૉક વિશે જાણકારી રાખવાની હોય છે. પેટ્રોલ પંપ પર સ્ટૉક રજિસ્ટર પણ નહતુ. પેટ્રોલ પંપ સંચાલકની ગંભીર બેદરકારીને જોતા તેમણે કલેક્ટરને બોલાવ્યા હતા. જિલ્લા કલેક્ટરે તુરંત આપૂર્તિ વિભાગ અને તેલ વિભાગની ટીમને ઘટનાસ્થળે મોકલી હતી અને તપાસ શરૂ કરી હતી. તપાસમાં સામે આવ્યુ કે તેલ ભરવા માટે ઉપયોગ થતી નોઝલ ખોટી રીતે કેલિબ્રેટ કરવામાં આવી હતી.
અધિકારીઓએ આ મામલે જણાવતા કહ્યુ કે મંત્રી, રવિવારે મોડી રાત્રે પોતાના ખાનગી વાહનમાં ડીઝલ ભરાવવા માટે નિયારા પેટ્રોલ પંપ પર ગયા હતા. તે એક સામાન્ય નાગરિક તરીકે ત્યા પહોચ્યા હતા, ડીઝલ ભરાવતા સમયે તેમણે પૂછ્યુ કે પંપ પર કોઇ ડિસપ્લે કેમ નથી, ત્યારે કર્મચારીએ તેમણે બીજી તરફ બોર્ડ જોવા કહ્યુ હતુ.
આ પણ વાંચો: રાફેલ ડીલમાં લાંચના આરોપો પર BJPનો કોંગ્રેસ પર પલટવાર, સંબિત પાત્રાએ કહ્યુ- ‘ભ્રષ્ટાચારનું સરનામુ- 10 જનપથ રોડ’
મુકેશ પટેલે કહ્યુ- “ડીઝલ પર જીએસટી દરમાં કમી બાદ, મને પેટ્રોલ પંપ માલિકો દ્વારા છેતરપિંડીની કેટલીક ફરિયાદ મળી હતી. મારી પાસે એક પેટ્રોલ પંપ છે પરંતુ હું એક ખાનગી કારથી બીજા પંપ પર ફરિયાદની તપાસ માટે ગયો હતો અને જાણવા મળ્યુ કે તે છેતરપિંડી કરી રહ્યા છે. કર્મચારીએ 12 મિલી લીટર ઓછુ ડીઝલ ભર્યુ હતુ. મે પેટ્રોલ પંપમાંથી પેટ્રોલ-ડીઝલના સેમ્પલ પણ લીધા અને લેબ ટેસ્ટ માટે મોકલી દીધા છે.”