Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > સુરતમાં ઇતિહાસમાં પ્રથમ વાર 75 માથાભારે શખ્સોની પાસા હેઠળ અટકાયત

સુરતમાં ઇતિહાસમાં પ્રથમ વાર 75 માથાભારે શખ્સોની પાસા હેઠળ અટકાયત

0
334
  • પાસા એક્ટ હેઠળના કાયદામાં સુધારો લાવ્યાં બાદ લુખ્ખાગિરી કરનારાઓની ખેર નથી
  • સુરતમાં 75 માથાભારે શખ્સો વિરૂદ્ધ પાસા હેઠળ અટકાયત
  • 32 બુટલેગરો, 1 જુગાર સંચાલક અને 42 ટપોરી તત્ત્વો સામે પાસા હેઠળ અટકાયતી પગલાં

સુરત : ગુજરાતમાં જુગાર-સાયબર ક્રાઇમ-નાણાં ધિરનાર સામે ગેરકાયદે વ્યાજનાં હપ્તા વસૂલવા-સ્ત્રીઓની જાતિય સતામણી જેવા ગુનાઓ આચરનારાઓ વિરૂદ્ધ પાસા (surat pasa act news) ના કાયદામાં રાજ્ય સરકારે સુધારો કર્યો છે. રાજ્યમાં મહિલાઓની સુરક્ષા માટે તાજેતરમાં જ પાસા એક્ટનો કાયદો પસાર કરવામાં આવ્યો છે. એવામાં સુરતમાં કાયદો-વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરે બુટલેગર, જુગાર સંચાલક સહિત 75 માથાભારે શખ્સો વિરૂદ્ધ પાસા હેઠળ અટકાયતી પગલાં ભરવામાં આવ્યાં છે.

તાજેતરમાં જ રાજ્ય સરકારે પાસા (surat pasa act news) ના કાયદામાં સુધારો કર્યો છે. જેમાં દારૂ-જુગારનો વેપલો કરનારા તથા ટપોરીગીરી-ભાઇગીરી કરનારા શખ્સોની શાન ઠેકાણે લાવવા સરકારે પાસાનું શસ્ત્ર ઉગામ્યું છે. જે અંતર્ગત સુરત શહેર પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરે પણ પાસાના નવા કાયદા મુજબ કડક કાર્યવાહી શરૂ કરી છે.

સુરતમાં કાયદો-વ્યવસ્થા જળવાઇ રહે તે માટે મિલકત સંબંધી અને શરીર સંબંધી ગુના કરનારા નામચીન શખ્સોને પાસામાં ધકેલી દેવાયાં છે. જે મુજબ 32 બુટલેગરો, 1 જુગાર સંચાલક અને 42 ટપોરી તત્ત્વો સામે પાસા હેઠળ અટકાયતી પગલાં ભરવામાં આવ્યાં હતાં. શહેરનાં ઇતિહાસમાં આવું પ્રથમ વખત થયું છે કે જેમાં 75 લોકોને રાજ્યની અલગ-અલગ જેલમાં પાસામાં ધકેલી દેવાયાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: સ્કૂલ સંચાલકોની ડેડલાઈન, આ તારીખ સુધી ફી ભરનાર વાલીઓને જ રાહત

શહેરની શાંતિને ડહોળાવવાનો પ્રયાસ કરનારા તત્ત્વોને બક્ષવામાં નહીં આવે. શહેર પોલીસે આવાં તત્ત્વોને પાઠ ભણાવવા કડકમાં કડક એક્શન લેવાની ચિમકી પણ ઉચ્ચારી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પાસા-તડીપારના કાયદા (surat pasa act news) માં સુધારો કર્યાં બાદ ચીટિંગના આરોપીને તડીપાર કરવાની પહેલ સુરત શહેર પોલીસે કરી હતી. સાથોસાથ જુગાર સંચાલકને પણ પાસામાં ધકેલવાનો પ્રથમ કેસ સુરતમાં નોંધાયો હતો.

રાજકોટમાં પણ નોંધાયો હતો પ્રથમ કેસ

પોલીસનાં સૂત્રોના જણાવ્યાં મુજબ ત્રણ દિવસ પહેલાં શહેરના કાલાવાડ રોડ પરના ક્રિસ્ટલ મોલમાં શોપ સંચાલિકાની ચાર શખ્સો (surat pasa act news) એ સરેઆમ બિભત્સ ઈશારાઓ કરીને એક યુવતીની છેડતી કરી હતી. જે ઘટનામાં ફરિયાદનાં આધારે યુનિવર્સિટી પોલીસે જૂનાગઢના વતની અને રાજકોટમાં વામ્બે આવાસ યોજનામાં રહેતા અનમોલ રમેશભાઈ વાળા (ઉ. 22) તથા જામનગરના પીઠડીયા ગામના વતની કાળું ઉર્ફે ચિરાગ વિનોદભાઈ મકવાણા (ઉ.વ.24) સહિત ચારની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો:  ભાવનગરના મહુવા પોલીસ બેડામાં ફફડાટ, DYSP સહિત 40 પોલીસકર્મીઓ કોરોનાગ્રસ્ત