Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > સુરત નવી સિવિલમાં 484 પોઝિટિવ સહિત કુલ 653 દર્દી, 209 ઓકિસજન પર

સુરત નવી સિવિલમાં 484 પોઝિટિવ સહિત કુલ 653 દર્દી, 209 ઓકિસજન પર

0
30

સુરતમાં છેલ્લા 24 કલાક દરમિયાન 1656 નવા કેસ અને 13નાં મોત થયા

સુરતઃ દક્ષિણ ગુજરાત સ્થિત ડાયમંડ નગરી સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં (Surat New Civil Position) હાલ 484 કોરોના પોઝિટિવ સહિત કુલ 653 દર્દીઓ સારવાર હેઠળ છે. તેમાંથી 209 ઓક્સિજન પર છે.જ્યારે 74 શંકાસ્પદ કેસ અને 95 નેગેટિવ કેસ છે.

હોસ્પિટલથી પ્રાપ્ત આંકડા મુજબ 484 પોઝીટીવ દર્દીઓ પૈકી 223 બાયપેપ, 17 ઇન્વેઝીવ વેરીયન્ટ પર છે. 74 શંકાસ્પદ દર્દીઓ પૈકી પણ 44 વેન્ટિલેટર/ બાયપેપ પર છે. જ્યારે 95 નેગેટિવ દર્દીઓ પૈકી 45ની પણ વેન્ટિલેટર/બાયપેપ પર સારવાર (Surat New Civil Position)ચાલી રહી છે. છેલ્લા 24 કલાકમાં 9 દર્દીઓને ડિસ્ચાર્જ અપાયો. જ્યારે 1 દર્દીને સમરસ કોવિડ કેર સેન્ટરમાં શીફ્ટ કરવામાં આવ્યો છે.8 દર્દીને કોમ્યુનિટી આઈસોલેશન સેન્ટરોમાં રીફર કરાયા. 7 દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં રીફર કરવામાં આવ્યા છે

આ પણ વાંચોઃ સુરતમાં સંકટ સમયની સાંકળ એટલે ‘સેવા’: 52 સંસ્થાની ટીમનું એક જ ધ્યેય ‘સેવા પરમો ધર્મ’

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે છેલ્લા 24 કલાકમાં 12,820 દર્દીઓ સામે આવ્યા છે અને 140 દર્દીઓના મોત થયા છે. જો કે, 11,999 દર્દીો સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. જો કે, છેલ્લા 10 દિવસમાં ગુજરાતમાં સાજા થનારા દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે અને એક્ટિવ કેસમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. Surat New Civil Position

સુરતમાં નવા 1656 કેસ સાથે 13 દર્દીનાં મોત, વડોદરામાં નવા 936 કેસ સાથે 14 દર્દીનાં મોત, રાજકોટમાં નવા 524 કેસ સાથે 16 દર્દીનાં મોત, જામનગરમાં નવા 712 કેસ સાથે 14 દર્દીનાં મોત, ગાંધીનગરમાં નવા 317 કેસ સાથે 2 દર્દીનાં મોત, જૂનાગઢમાં નવા 280 કેસ સાથે 9 દર્દીનાં મોત, ભાવનગરમાં નવા 571 કેસ સાથે 12 દર્દીનાં મોત નીપજ્યાં.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat