Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > પત્નિનું ગળું દબાવી માથા પર ટ્રક ફેરવી મોતને ઘાટ ઉતારનાર પતિની ધરપકડ

પત્નિનું ગળું દબાવી માથા પર ટ્રક ફેરવી મોતને ઘાટ ઉતારનાર પતિની ધરપકડ

0
186

જેની સાથે સાત ફેરા લઈ અંતિમ શ્વાસ સુધી જીવવાનું વચન આપ્યું હોય તે જ પતિ યમરાજ બની પત્નીની નિર્દયતાથી હત્યા કરી નાંખે તેવી ઘટના જરૂરથી ચોંકાવનારી હોઈ શકે છે. બસ આવું જ કઈક સુરતમાં બન્યું છે, જ્યાં પુણા કુંભારીયા રોડ પર મોર્નિંગ વોક પર નીકળેલી મહિલાનું કારની અડફેટ થવાથી મોત નીપજ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી, જો કે ઘટના બાદ મહિલાના પરિવારજનોએ સાસરિયા સામે તેમાં પણ ખાસ કરીને પતિ સામે પોતાની દિકરીને મારી નાંખી હોવાનો આક્ષેપ કર્યા હતાં. પોલીસે મહિલાના પરિજનોની વાતમાં તથ્ય દેખતાં તપાસ શરુ કરી હતી, જેમાં પતિના દાવાનો ભંડો ફૂટી ગયો હતો. છે. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે મહિલાનું કાર અડફેટે મોત થયું નથી, પરંતુ તેના પતિએ જ મિત્ર સાથે મળી હત્યા કરી નાંખી હતી.

ક્રાઇમ બ્રાન્ચના એસીપી આર આર સરવૈયાયએ જણાવ્યું હતું કે સુરતના સારોલીગામ ખાતે આવેલી સારથી રેસીડેન્સીમાં અનુજકુમાર સોહનસિંગ યાદવ તેની પત્ની શાલીની સાથે રહેતાં ગત 8મી જાન્યુઆરીના દિવસે અનુજ અને શાલીની મોર્નિંગ વોક પર ગયા હતાં. દરમ્યાન સર્વિસ રોડ પર અજાણ્યા વાહન ચાલકે શાલીનીને અડફેટે લીધી હતી, જેને કારણે તેનું મોત નીપજ્યું હતું. અનુજે ઘટના અંગે પુણા પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી હતી.

આ પણ વાંચો: નર્મદાના દેવલિયાથી પૂછપૂરા ગામ વચ્ચે પુલ બનાવવાની માંગ સાથે ગ્રામજનોની ચૂંટણી બહિષ્કારની ચીમકી

જો કે બીજી તરફ શાલીનાના માતા-પિતાને શંકા હતી કે, તેમની દીકરીનું મોત અકસ્માત નહિ પરંતુ તેની હત્યા જ કરવામાં આવી છે. આ મામલે પરિવારજનો આવેદનપત્ર આપી અનુજ અને તેના પરિવાર પર ગંભીર આક્ષેપો કર્યા હતાં. મામલો ગંભીર જણાતાં સુરત ક્રાઈમ બ્રાન્ચે પણ આ મામલે તપાસ શરુ કરી હતી. પોલીસે જ્યારે ઘટના સ્થળના CCTV ફૂટેજ તપસ્યા તો તેમને શાલીનીના માતા-પિતાની વાતમાં તથ્ય જણાયું હતું, વધુમાં સગા સંબંધીઓની પૂછપરછ કરતાં પતિ અનુજ પર શંકા મજબૂત થઈ હતી. જેથી તેની કડક પૂછપરછ કરતા હત્યાના પ્લાન પરથી પડદો ઊંચકાયો હતો.

અનુજે પોલીસ સમક્ષ ખુલાસો કરતાં કહ્યું હતું કે દોઢ વર્ષ અગાઉ તેનો અને તેની પત્નીનો નજીવી બાબતે ઝઘડો થયો હતો. આ અંગે શાલીનીએ પોતાના માતા-પિતાને વાત કરી હતી, જેથી શાલીનીના પરિવાજનોએ અનુજ ઢોર માર માર્યો હતો. જોકે સમગ્ર મામલે બાદમાં સમાધાન થયું હતું. પરંતુ ત્યાર પછી પણ પતિ પત્ની વચ્ચે ઝઘડો થયા કરતો હતો, દરમિયાન શાલીનીએ પત્નીએ જૂનો ઝઘડો યાદ કરાવ્યો હતો. જેને લઈને અનુજને ચિંતા થઈ ગઈ હતી, કે તેને ફરીથી માર પડશે. જેને પગલે અનુજે પોતાના મિત્ર મોહમ્મદ નઈમ ઉર્ફે પપ્પુ સાથે મળીને શાલીનીની હત્યા કરી સમગ્ર ઘટનાને અકસ્માતમાં ફેરવી નાખવાનો પ્લાન બનાવ્યો હતો.

આ પણ વાંચો: સરકારે કૃષિ કાયદા પર અસ્થાઇ રોકનો પ્રસ્તાવ આપ્યો, ખેડૂત તૈયાર નથી

નઈમ સાથે પ્લાન બન્યા મુજબ અનુજ પત્નીને લઈને મોર્નિંગ વોક પર નીકળ્યો હતો. જ્યાં અવાવરું જગ્યા પર શાલીનીનું ગળું દબાવી તેની હત્યા કરી દીધી હતી, જોકે ઘટનાને અકસ્માતમાં બતાવવા માટે બાદમાં તેના માથા પરથી ટ્રકનું ટાયર ફેરવી હત્યાને અકસ્માતમાં બતાવ્યો હતો. પરંતુ શાલીનીના માતા પિતાના આક્ષેપને પગલે પોલીસની તપાસમાં અનુજે મિત્ર સાથે મળી હત્યા કરી હોવાનું સામે આવતાં પતિ અને તેના સાગરિતની ધરપકડ કરી હતી.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9