Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > સોશિયલ મીડિયા મારફતે MD ડ્રગ્સ વેચનાર પિતા – પુત્રની ધરપકડ, 13 લાખનો મુદ્દામાલ જપ્ત

સોશિયલ મીડિયા મારફતે MD ડ્રગ્સ વેચનાર પિતા – પુત્રની ધરપકડ, 13 લાખનો મુદ્દામાલ જપ્ત

0
94

સુરતમાં સોશિયલ મીડિયા મારફતે MD ડ્રગ્સનો વેપાર કરતા પિતા અને પુત્રની ક્રાઈમબ્રાંચે ધરપકડ કરી હતી. ક્રાઈમબ્રાંચે એમડી ડ્રગ્સ રૂ.13.30 લાખની કિંમતના પેકેટ જપ્ત કર્યા હતા. આ આરોપીઓ છેલ્લા 5 માસથી ધંધો કરતા હોવાની માહિતી પ્રકાશમાં આવી છે.

સુરતના સોદાગરવાડમાં દાર-એ-ગની બિલ્ડિંગમાં ક્રાઈમબ્રાંચને મળેલ બાતમીના આધારે તેઓએ દરોડો પાડ્યો હતો. આ દરોડામાં એમડી ડ્રગ્સનો ધંધો કરતા ઉસ્માનગની ઉર્ફે સલમાન અબ્દુલકાદર ડોબીવાલા(23)(રહે,દાર-એ-ગની બિલ્ડિંગ,સોદાગરવાડ) અને અબ્દુલકાદર અબ્દુલગની ડોબીવાલા(45)(રહે,દાર-એ-ગની બિલ્ડિંગ,સોદાગરવાડ)ને 13.30 લાખના ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે. મુંબઈના સાકીનાકા પેનનસુલા હોટેલની ગલીમાં રહેતા મહેંદી ઉર્ફે મોહમદ ઝૈદ પાસેથી એમડી સલમાન ડોબીવાલા બાયરોડ કે ટ્રેનમાં લઈ આવતો હતો. એમડીમાં મહેંદી ઉર્ફે મોહંમદ ઝૈદને વોન્ટેડ જાહેર કર્યો છે.

વધુમાં જાણવા મળી રહ્યું છે કે, આ પિતા – પુત્ર સોશિયલ મીડિયા મારફતે પોતાનો ધંધો કરી રહ્યા હતા. પોલીસથી બચવા પિતા-પુત્ર અલગ અલગ બાઇક પર ડ્રગ્સ સપ્લાય કરવા જતા હતા. તેમાં દીકરો સોશિયલ મીડિયા કોલ કરી ગ્રાહકને બોલાવતો હતો. પહેલા દીકરો જે જગ્યા ગ્રાહકને બોલાવે ત્યાં પહેલા પહોંચી ગ્રાહકને ચેક કરી, પાછો બીજા ઠેકાણે બોલાવતો હતો. પછી લાગે કે ગ્રાહકો બરાબર છે તોજ પાછળથી તેના પિતાને ડ્રગ્સના પેકેટ લઈને બોલાવતો હતો.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9