Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > ‘હું ઘરે નથી આવવાનો…!’ કહી સુરતના યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

‘હું ઘરે નથી આવવાનો…!’ કહી સુરતના યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

0
163

સુરત: શહેરના વરિયાવ ગોકુળ ફાર્મ નજીક ઝાડ પર એક યુવકનો મૃતદેહ ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકતો મળી આવતા ચકચાર મચી જવા પામી છે. પોલીસ તપાસમાં યુવકે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી હોવાનું સામે આવ્યું છે.

પોલીસ તપાસમાં મૃતકની ઓળખ સરોલી વિસ્તારમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા કેતન પટેલ તરીકે થઈ છે. મૃતકના પરિવારમાં 1 ત્રણ વર્ષનો પુત્ર છે. કેતન ગઈકાલે ઈચ્છાપોર ખાતે ઓફિસ ગયા બાદ પત્નીને ફોન કરીને જણાવ્યું હતું કે, “હું ઘરે નથી આવવાનો, આપઘાત કરી લેવાનો છું”. જે બાદ તેનો પરિવાર સતત તેની શોધ કરી રહ્યો હતો.

આ પણ વાંચો: વરુણ-નતાશાના લગ્નની વિધિ શરૂ, શુભ મુહૂર્તમાં ફરશે સપ્તપદીના ફેરા

જો કે આજે સવારે વરિયાવ ફાર્મ નજીક કેટલાક મજૂરોએ ઝાડ પર લટકતી લાશ જોતા પોલીસને જાણ કરી હતા. જે બાદ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે નજીકમાં રહેલા ટેમ્પામાંથી મળી આવેલા ડૉક્યુમેન્ટના આધારે મૃતકની ઓળખ કરી હતી અને તેના પરિવારજનોને જાણ કરી હતી. જો કે મૃતકે ક્યાં કારણોસર અંતિમ પગલું ભર્યું, તે હજુ સુધી જાણી શકાયું નથી.

સુરત શહેરના વરિયાવ ગોકુળ ફાર્મ નજીકના ઝાડ ઉપર દોરડું બાંધી સારોલીના યુવાને ગળે ફાંસો ખાય જીવન ટૂંકાવ્યું હતું. આપઘાત કરનાર યુવક કેતન પટેલે ગત રોજ ઓફિસથી પત્નીને ફોન કરીને કહ્યું હતું કે, હું ઘરે આવવાનો નથી, આપઘાત કરી લેવાનો છું. ગત રોજથી બપોરથી પરિવાર કેતનને શોધી રહ્યું હતું.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9