Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > સુરત: ‘સ્વચ્છતા અભિયાન’ને સાકાર કરવા ‘સર્વ શિક્ષા અભિયાન’નો લેવાયો ભોગ

સુરત: ‘સ્વચ્છતા અભિયાન’ને સાકાર કરવા ‘સર્વ શિક્ષા અભિયાન’નો લેવાયો ભોગ

0
119

સ્વચ્છતા માટે અવનવા પ્રયોગો હાથ ધરીને આગવી ઓળખ બનાવી ચૂકેલ સુરત મહાનગર પાલિકા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાન માટે નવો પ્રયોગ કરી રહ્યું છે. સફાઈ કર્મચારીઓની જગ્યાએ સ્કૂલના બાળકો પાસેથી કચરો ઉઠાવીને ગાડીઓમાં ભરાવામાં આવી રહ્યો છે. આમ ગુજરાતમાં સ્વચ્છતા અભિયાનને સાકાર કરવા માટે સર્વ શિક્ષા અભિયાનનો ભોગ લેવાઈ રહ્યો હોય, તેવી સ્થિતિ સર્જાઈ છે.

સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્કૂલોમાં સ્થિતિ એ છે કે, અહીં ભણવા આવનાર બાળકો પાસે સફાઈ કરાવીને કચરો ડોર ટૂ ડોરની ગાડીઓમાં ભરાવાઈ રહ્યો છે.

સુરતના કોસાડની એક સ્કૂલમાં આજ પ્રમાણે બાળકો પાસેથી કચરો ઉઠાવવાનો એક ફોટો સોમવારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, બાળકો સ્કૂલ ડ્રેસમાં છે અને સ્કૂલમાંથી નીકળીને કચરો ડોર ટૂ ડોર ગાર્બેજ લેવા માટે આવેલી ગાડીઓના કર્મચારીઓને આપી રહ્યા છે.

આ કિસ્સો કોસાડની પ્રાથમિક શાળા નંબર 286નો જાણવા મળી રહ્યો છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રમુખ હસમુખ પટેલે પ્રિન્સિપલને નોટિસ પાઠવીને જવાબ આપવા માટે જણાવ્યું છે.

સખ્ત ટ્રાફિક નિયમો: ભગવાન ‘રામ‘નો પણ ફાટ્યો મેમો! ચૂકવ્યા ₹ 1.41 લાખ