Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 10.5 ઈંચ વરસાદ

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 10.5 ઈંચ વરસાદ

0
682

રાજયમાં મેધરાજાની છેલ્લા 4 દિવસમાં ધમાકેદાર બેટીંગ જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં જામનગર,અમરેલી,અમદાવાદ,સુરત સહિતના તમામ વિસ્તારોમાં ભારે પવન સાથે જોરદાક વરસાદ ખાબક્યો છે. દક્ષિણ ગુજરાતમાં ગત શનિવારે સાડા દસ ઈંચ વરસાદ પડતા જનજીવન પર માઠી અસર જોવા મળી હતી. તો બીજી બીજુ બુધવાર માડી રાત્રે સુરત નવસારી અને વલસાડ જિલ્લામાં મેઘરાજાની ધુંઆધાર બેટિંગ બાદ આજે સવારે પણ કેટલાક જગ્યાએ વરસાદ ખાબકી ગયો હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે.

આ અંગે મળતી માહિતી અનુસાર, સુરત શહેરમાં સવારે છ થી સાંજે છ વાગ્યા સુધીમાં સેન્ટ્રલ ઝોનમાં 2 એમએમ, રાંદેરમાં 17, કતારગામમાં 18, ઉધનામાં 13, અઠવામાં 4 એમએમ વરસાદ નોંધાયો હતો. તો જ્યારે લીંબાયત અને વરાછા ઝોન વિસ્તાર હજુ પણ વરસાદની રાહ જોઈ રહ્યો છે. તો અમદાવાદમાં પણ મોડી રાત્રે ફરી એકવાર ધોધમાર વરસાદનું આગમન થયું હતું.

આ પણ વાંચો: રાજ્યના 100 તાલુકામાં ધોધમાર વરસાદ, જાણો ક્યા વિસ્તારમાં કેટલો વરસાદ

રાત્રે અચાનક વાતાવરણ બદલાઈ ગયું હતું અને ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. અમદાવાદના મણિનગર, જશોદાનગર, નરોડા, નારોલ, મેઘાણીનગર, અમરાઈવાડી, નારોલ, વસ્ત્રાલ, ઈસનપુર, રબારી કોલોની, ગોતા, રાણિપ, ચાંદખેડા,ચાંદલોડિયા, શિવરંજની, પ્રહલાદનગર સહિતના વિસ્તારોમાં રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો.

વરસાદને લઈને ગરમીથી રાહત તો બીજી તરફ ખેડૂતોમાં આનંદની લાગણી પ્રવર્તી છે. સૌરાષ્ટ્રના અમરેલી પંથકમાં પણ સતત ત્રણ દિવસથી વરસાદ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદના કારણે વાતવરણમાં ઠંડક પ્રસરી ગઈ. અને વાવણી લાયક વરસાદના કારણે ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી. તેવામાં હવામાન વિભાગના જણાવ્યા મુજબ હજુ આગામી 15 જૂન સુધી વરસાદનું જોર રહી શકે છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા પ્રેશરના કારણે ગુજરાતમાં અપર એર સર્ક્યુલેશન સર્જાયું છે. જેથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી શકે છે.

રાજ્યમાં સપ્તાહના અંત સુધી રહેશે વરસાદી માહોલ: હવામાન વિભાગ