Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > સુરતમાં 10 રુપિયાની લાલચ આપી બાળકી સાથે દુષ્કર્મ આચર્યુ

સુરતમાં 10 રુપિયાની લાલચ આપી બાળકી સાથે દુષ્કર્મ આચર્યુ

0
561

દેશમાં દુષ્કર્મના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.ત્યારે ફરી એકવાર સુરતમાં દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે જેમાં એક આઠ વર્ષની બાળકીને 10 રુપિયા આપવાની લાલચ આપી તેના પર દુષ્કર્મ આચર્યુ હતું, આ બનાવની જાણ પોલીસને કરતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી તેની સામે કાર્યવાહી હાથ ધરી છે.

સુરતના સંગ્રામપુરા વિસ્તારમાં માસુમ બાળાને 10 રુપિયાની લાચ આપી તેને ફોસલાવીને યુવક આંતરી તેના પર દુષ્કર્મ આચર્યુ હતું. આ તમામ ઘટનાની જાણ બાળકીએ તેના પરિવારને કરતા તેઓએ તાત્કાલિક આઠવા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી હતી. જેથી પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી દુષ્કર્મનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ સુરત શહેરમાં દુષ્કર્મના કેસ થયો હતો જેમાં એક માસુમ બાળા પર દુષ્કર્મ આચરી તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી, જેમા પોલીસે તેની સામે ગુનો નોંધી કોર્ટમાં હાજર કર્યો હતો. જેથી કોર્ટે દ્વારા તેને ફાંસીની સજા પણ સંભળાવવામાં આવી છે.

જાણો કેટલા ભણેલા છે ગુજરાત પર રાજ કરનારા નેતાઓ?